...
   

PHD સ્કોલર રસ્તા પર વેચી રહ્યો હતો સ્ટ્રીટ ફૂડ, અમેરિકન વ્લોગરે જોયો તો ઇન્ટરનેટ પર શેર કરી સંઘર્ષની કહાની

ભારતમાં પણ પાર્ટ ટાઈમ જોબ કરવાનું કલ્ચર છે. ઘણીવાર ભણેલા વિદ્યાર્થીઓ પણ પૈસા કમાવવા અને તેમના ખર્ચને પહોંચી વળવા માટે સ્કૂલ કે કોલેજ પછી પાર્ટ ટાઈમ જોબ કરે છે. આવું કરવું તેમની માત્ર જરૂરિયાત નથી, પણ ઘણીવાર તેમની મજબૂરી પણ હોય છે. ચેન્નાઈનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અમેરિકન વ્લોગરને સ્ટ્રીટ ફૂડ વેચતો પીએચડી સ્કોલર મળ્યો.વ્લોગર ક્રિસ્ટોફર લુઈસ આ ક્લિપમાં જ્યારે તે છોકરાને તેના વિશે પૂછે છે ત્યારે તે તેની વાત સાંભળી શોક્ડ રહી જાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ફૂડ સ્ટાર્ટઅપ્સમાં ઘણો વધારો જોવા મળ્યો છે. MBA ચાયવાલાથી લઈને B.Tech પાણીપુરી વાલી, Audi Chaiwala અને અન્ય સ્ટાર્ટઅપ્સે ઈન્ટરનેટ યુઝર્સનું ઘણું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ દુકાન ચલાવતો હોય. વેલ, યુઝર્સ પણ પીએચડી સ્કોલરના આ વીડિયો પર ઉગ્રતાથી પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. યુઝર્સ દુકાનદારના જુસ્સાના વખાણ કરીને કમેન્ટ સેક્શનમાં ઘણો પ્રતિસાદ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- મને ખબર નથી કે આવી વસ્તુઓ મને કેમ ભાવુક બનાવે છે. તમામ મુશ્કેલીઓ પરંતુ સ્મિત અને આત્મસન્માન દિલ જીતી લે છે. બીજાએ લખ્યું કે તમિલનાડુમાં તમે ઘણી પ્રેરણાદાયી કહાનીઓ જોઈ શકો છો અને તમને ખબર પડશે કે તે અન્ય રાજ્યોથી અલગ કેમ છે. અન્ય યુઝરે લખ્યું કે સ્થાનિક બિઝનેસને સપોર્ટ કરો ! ત્યાં ઘણા સરસ રત્નો છે. આ વીડિયોમાં વ્લોગર ગૂગલ મેપ્સની મદદથી ચેન્નાઈમાં ચિકન 65 નામની દુકાને પહોંચે છે. ક્લિપમાં તે વ્યક્તિને પૂછે છે કે શું આ તે દુકાન છે ? જેના જવાબમાં દુકાનદાર તેનું સ્વાગત કરતા દુકાનનું મેનુ બતાવે છે.

વ્લોગર પૂછે છે કે એક પ્લેટ કેટલાની છે ? જેના જવાબમાં તે વ્યક્તિ તેને કહે છે કે ચિકનની કિંમત 100 ગ્રામ 50 રૂપિયા. પછી વ્લોગર તેને 100 ગ્રામની પ્લેટ લગાવવા કહે છે. આ દરમિયાન વ્લોગરે એ પણ જણાવ્યું કે તેને આ દુકાન ગૂગલ મેપ્સ પર મળી. બાદમાં વીડિયોમાં ક્રિસ્ટોફર લુઈસ ફૂડના વખાણ કરે છે. આ ઉપરાંત દુકાનદાર તેને કહે છે કે તે કાર્ટ ચલાવવાની સાથે પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. વ્લોગરે પૂછ્યું કે તે શેમાં પીએચડી કરી રહ્યો છે? જેના પર તે વ્યક્તિ તેને કહે છે કે તે બાયોટેકનોલોજીમાં પીએચડી કરી રહ્યો છે અને તેના દ્વારા કરવામાં આવેલ રિસર્ચ ગૂગલ પર પણ ઉપલબ્ધ છે. પીએચડી સ્કોલર તારુ રયાન તરીકે પોતાનું નામ જણાવે છે, જે એસઆરએમ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહ્યો છે.

Shah Jina