અમિતાભ બચ્ચનના નિધન બાદ બે ભાગમાં બરાબર વહેંચાશે પ્રોપર્ટી, વહુ એશ્વર્યા રાયના હાથ નહિ લાગે ફૂટી કોડી; જાણો સમગ્ર મામલો
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. આ શો દ્વારા તે દરરોજ તેમના ચાહકોને મળે છે અને સતત કંઈક અથવા બીજું શેર કરે છે. પરંતુ આ દિવસોમાં બચ્ચન પરિવાર અન્ય કારણોસર પણ ચર્ચામાં છે, જેનું કારણ અમિકાભ બચ્ચનનો પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા વચ્ચેના સંબંધોમાં ખટાશ છે.
આ સમાચાર ત્યારે પ્રસારિત થયા જ્યારે ઐશ્વર્યા અનંત અંબાણીના લગ્નમાં પરિવાર સાથે નહીં પરંતુ પરિવારથી અલગ પુત્રી આરાધ્યા સાથે આવી અને પોઝ આપ્યો. આ પછી છૂટાછેડાના સમાચારે વેગ પકડ્યો. આ સમાચારો વચ્ચે અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. તો આવો અમે તમને જણાવીએ કે બિગ બીના નિધન બાદ તેમની પ્રોપર્ટી કોને મળશે.
આ ઘટના વર્ષ 2011ની છે, જ્યારે અમિતાભ બચ્ચને રેડિફને એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ અને તેમાં તેમણે પોતાની પ્રોપર્ટીની વહેંચણી અંગે ખુલાસો કર્યો હતો. બિગ બીએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – ‘મેં એક વાત નક્કી કરી છે કે હું તેમની વચ્ચે ભેદભાવ નહીં કરું.’ ‘મારા નિધન પછી, પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા વચ્ચે મિલકત એકસરખા ભાગમાં વહેંચવામાં આવશે, મારી પત્ની જયા પણ આ નિર્ણયમાં સામેલ છે.
જયા અને મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે અમારી મિલકતના બે ભાગ હશે. જે દીકરી અને દીકરાને સમાન રીતે આપવામાં આવશે. બિગબીએ આગળ કહ્યુ- લોકો કહે છે કે દીકરીઓ પરાયુ ધન હોય છે, તે તેના પતિના ઘરે ચાલી જાય છે પણ મારી નજરમાં મારી દીકરી છે અને તે બાદ પણ તેના એ અધિકાર છે જે દીકરા અભિષેક પાસે છે. અમિતાભ બચ્ચનના આ ઈન્ટરવ્યુથી એ સ્પષ્ટ થઈ ગયું હતુ કે પુત્રવધૂ ઐશ્વર્યા રાયને તેમની પ્રોપર્ટીમાંથી કંઈ નહીં મળે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા બચ્ચન દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં જણાવાયું છે કે, 2022માં- 2023માં જયાની કુલ સંપત્તિ 1 કરોડ 63 લાખ 56 હજાર 190 રૂપિયા છે, જ્યારે અમિતાભ બચ્ચનની સંપત્તિ 273 કરોડ 74 લાખ 96 હજાર 590 રૂપિયા છે. બંનેની જંગમ સંપત્તિ 849.11 કરોડ રૂપિયા અને સ્થાવર સંપત્તિ 729.77 કરોડ રૂપિયા છે.