તુમ હુસ્ન પરી, તુમ જાને જહાં, તુમ સબસે હસીન, તુમ સબસે જવાં…ટીવીની આ એડની આ લાઇનો એક્ટ્રેસ શ્વેતા તિવારી પર સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. બે બાળકોની માતા શ્વેતાની સુંદરતાની ચમક 43 વર્ષની ઉંમરમાં પણ ઓછી થઈ નથી. દરરોજ તેની અદભૂત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
ટીવી સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણાની ભૂમિકા ભજવનાર શ્વેતા તિવારીના લેટેસ્ટ ફોટોઝ સામે આવ્યા છે, જેમાં તે બેડરૂમમાં પોઝ આપતી જોવા મળી રહી છે. લગભગ 22 વર્ષ પહેલા ‘કુમકુમ: એક પ્યારા સા બંધન’માં સ્પેશિયલ અપિયરન્સથી પોતાની સફર શરૂ કરનાર શ્વેતાની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે.
શ્વેતા ટૂંક સમયમાં ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળશે. ત્યારે હાલમાં તેણે તેની કેટલીક પિંક લુક વાળી તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો કમેન્ટ કરી તેના વખાણ કરતા થાકતા નથી. શ્વેતા પિંક આઉટફિટમાં એકદમ રિલેક્સ દેખાઈ રહી છે અને તેના હાથમાં એક બુક પણ જોવા મળી રહી છે.
આ તસવીરો જોઇ લોકોએ સંતુર મોમ વાળી એડની લાઇન સંભળાવી દીધી તો કોઇએ ગીતની લાઇન લખી કહ્યુ- કિતના સોના તુજે રબને બનાયા, જી કરે દેખતા રહું.