ના પિંજરુ અને ના તો ગાડી… સ્કૂટી પર મગર લઇ જતા જોવા મળ્યા 2 છોકરાઓ, યુઝર્સ બોલ્યા- એટલે જ પુરુષો ઓછા જીવે છે…
ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી હતી. વડોદરામાં સતત પૂરના પાણીની સમસ્યા તો બની જ રહી હતી પરંતુ ઘરની આસપાસ આવી ગયેલા મગરો પણ આતંક મચાવી રહ્યા હોય તેવી અનેક તસવીરો સામે આવી હતી જેમાં જોવા મળતુ હતુ કે મગરોનો આતંક જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા મગરના વીડિયો વાયરલ થયા હતા, ત્યારે હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો જેને જોઇને કોઇ પણ ચોંકી ઉઠે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક સ્કૂટર ચલાવી રહ્યો છે, જ્યારે પાછળ બેઠેલા યુવકે મગરને ખોળામાં પકડી લીધો છે, મગરને બે યુવકો સ્કૂટર પર સુરક્ષિત રીતે વન વિભાગની ઓફિસે લઈ ગયા હતા. સ્કૂટર પર મગરને લઈ જતા આ છોકરાઓનો વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. ‘સ્વાટકટ’ એ પોતાના એકાઉન્ટ પર શેર કરેલી આ નાનકડી ક્લિપમાં જોઈ શકાય છે કે એક ટુ વ્હીલર પર પાછળ બેેસેલ વ્યક્તિના ખોળામાં મગર છે. પાછળના વ્યક્તિએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાની ટી-શર્ટ પહેરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે આ મગર IMA વડોદરાની બિલ્ડિંગમાં આવ્યો હતો. આ પછી તે ફસાઇ ગયો, એટલે તેને બચાવવામાં આવી રહ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે મગર જેવું જંગલી પ્રાણી રસ્તા પર જોવા મળ્યું હોય. તાજેતરમાં, એક વિશાળ મગર ચેન્નાઈમાં વ્યસ્ત રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. રોડ પર આ મગરનો વીડિયો કારના ડ્રાઈવરે રેકોર્ડ કર્યો હતો. તે
View this post on Instagram