ડોલી ચાયવાલા એક ઇવેન્ટ માટે લે છે આટલી મોટી રકમ, 5 સ્ટાર હોટલ સહિત કરે છે આ ડિમાન્ડ, કુવૈત વ્લોગરનો દાવો ચોંકાવી દેશે
નાગપુરનો ફેમસ ચા વિક્રેતા ડોલી ચાયવાલા હવે ઈવેન્ટ્સ અને પ્રોગ્રામ માટે જાણીતું નામ બની ગયો છે. હૈદરાબાદમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ચા પીરસ્યા બાદ વાયરલ થયેલ ડોલી ચાયવાલા એક ઈવેન્ટ માટે ઘણો ચાર્જ લે છે. તાજેતરમાં એક ફૂડ વ્લોગરેે ખુલાસો કર્યો કે ડોલી ચાયવાલાને બોલાવવા માટે કેટલો ખર્ચ કરવો પડે છે.
વાસ્તવમાં, કુવૈતી ફૂડ વ્લોગરે ડોલીને તેના સ્થાને આમંત્રિત કરવા માંગતો હતો, પરંતુ તેની માંગ સાંભળીને તે ચોંકી ગયો. તેણે કહ્યું, “મેં ડોલી ચાયવાલાને ફોન કર્યો કારણ કે હું તેને કુવૈતમાં આમંત્રિત કરવા માંગતો હતો. પરંતુ આ માણસની એટલી બધી માંગણીઓ છે કે મેં મારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધુ, શું તમે જાણો છો કે આ વ્યક્તિ-ડોલી ચાયવાલા કેટલો ચાર્જ લે છે. 2,000 દીનાર એટલે કે 5 લાખ રૂપિયા.
આ લગભગ 2000 કે 2500 કુવૈતી દીનાર આસપાસ લે છે. બસ આટલું જ નહિ વ્લોગરેે કહ્યું, “2,500 કુવૈતી દિનાર ચાર્જ કરવા સિવાય તેની સાથે એક વધુ વ્યક્તિ આવશે. 4 અથવા 5 સ્ટાર હોટેલ બુકિંગ જોઇએ. તેમણે મને ખરેખર આ કહ્યુ. તે મારી સાથે વાત નહોતા કરી રહ્યા, તેમનો મેનેજર કરી રહ્યો હતો. જણાવી દઇએ કે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવતા જ ખૂબ વાયરલ થઇ ગયો અને તેને 2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.
View this post on Instagram