...
   

થિયેટરમાં જતા પહેલા જાણો: ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ કેવી છે? આ ફિલ્મ જોવી જોઈએ કે નહિ? ફિલ્મની ગુણવત્તા અને વિષયવસ્તુનું મૂલ્યાંકન

વર્ષ 2022માં ફક્ત મહિલાઓ માટે ફિલ્મ બાદ હવે જેનૉક ફિલ્મ્સ લઈને આવી ગયુ છે “ફક્ત પુરુષો માટે”. આ ફિલ્મનું 30 જુલાઈના રોજ સોશિયલ મીડિયામાં ઓફિશિયલ ટ્રેલર રીલિઝ થયુ હતુ, અને આજે એટલે કે 23 ઓગસ્ટે આ ફિલ્મ થિયેટરોમાં રીલિઝ થઇ ગઇ છે. વૈશલ શાહ અને આનંદ પંડિત દ્વારા નિર્મિત, જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લેખિત તેમજ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં યશ સોની, ઈશા કંસારા, મિત્ર ગઢવી, દર્શન જરીવાલા જેવા કલાકારો મુખ્ય ભુમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા જતા પહેલા માત્ર 5 મિનિટમાં વાંચી સચોટ રીવ્યુ.

જોવા જેવી ફિલ્મ
આ ફિલ્મમાં બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન છે. આ સિવાય યશ સોની, ઇશા કંસારા, મિત્ર ગઢવી, દર્શન જરીવાલા અને આરતી પટેલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. યશ સોનીએ બ્રિજેશના પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો છે, જ્યારે દર્શન જરીવાલાનો અદભૂત અભિનય અને કોમેડી ફિલ્મ જોવા માટે છેલ્લે સુધી જકડી રાખશે. મિત્ર ગઢવીનો હંમેશાની જેમ કોમેડી ટાઇમિંગ જબરદસ્ત છે જ્યારે ઈશા કંસારા ગ્રેસ અને ઊંડાણ ઉમેરે છે.

ફિલ્મની કહાની
શ્રાદ્ધના દિવસો ચાલતા હોય છે અને સવારનું દ્રશ્ય હોય છે, એક કાગડો ઉડતો-ઉડતો જઈને અમદાવાદના એક ઘરના આંગણા પાસે જાય છે અને શરૂ થાય છે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’. આ ફિલ્મની કહાની શ્રાદ્ધના 16 દિવસો દરમિયાનની છે, જેમાં ત્રિવેદી પરિવારની વાર્તા જણાવવામાં આવી છે. દાદા પુરુષોત્તમ કે જે પરલોક સિધાવી ગયા છે તેમની ઇચ્છા છે કે તે પોતાના પૌત્ર બ્રિજેશના ઘરે દીકરો બનીને જન્મ લે. “ફક્ત પુરુષો માટે” એક રમૂજી અને ભાવનાત્મક વાર્તા રજૂ કરે છે જે તમને મંત્રમુગ્ધ કરી દેશે. પરલોકથી પાછા ફરેલા દાદા અને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પૌત્રની વચ્ચેની વાર્તા તમને હસાવશે, રડાવશે અને જીવન વિશે ઊંડાણથી વિચારવા પ્રેરશે.

હાસ્યથી ભરપૂર ફિલ્મ
પુરુષોત્તમ બ્રિજેશ અને રાધિકાના લગ્ન તોડાવા કેટલીક ખાસ શક્તિઓ સાથે શ્રાદ્ધના દિવસો દરમિયાન પૃથ્વી પર ઉતરે છે અને પછી શરૂ થાય છે દાદાના કાવાદાવા. આ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી છે, ફર્સ્ટ હાફ રમતા રમતા જ પૂરો થઇ જશે ખબર પણ નહિ પડે અને ફર્સ્ટ હાફ કરતા પણ સેકન્ડ હાફ જોવાની વધારે મજા વધારે આવશે . ફિલ્મમાં વચ્ચે વચ્ચે તો એવી એવી કોમેડી આવે છે કે હસી-હસીને બઠ્ઠા વળી જવાય. જો કે, ફિલ્મના અંત સુધી પહોંચતા-પહોંચતા થોડો ઇમોશનલ વળાંક પણ આવશે.

સરપ્રાઈઝ એલિમેન્ટ
ફિલ્મના ડાયલોગ્સ ગજબના છે, ફિલ્મના ગીતો પણ એવા છે કે થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ પણ કાનમાં ગૂંજ્યા કરશે. ફિલ્મનું સરપ્રાઈઝ એલિમેન્ટ મલ્હાર ઠાકર છે. હા, આ ફિલ્મમાં મલ્હાર ઠાકર નથી, પણ તેની કોમેન્ટ્રી છે જે સંભાળવાની ખૂબ મજા આવશે.

સુપર ફન ફેમિલી વોચ
આ ફિલ્મ કોમેડી, ડ્રામા અને ફેન્ટસીનું એક મનોરંજક મિશ્રણ છે. કહાની પુરુષોત્તમ (દર્શન જરીવાલા)ની આસપાસ ફરે છે, જે તેમના પૌત્ર બ્રિજેશ (યશ સોની)ના લગ્નની તૈયારીઓ દરમિયાન પરલોકથી પાછા ફરે છે. આ ફિલ્મ હાસ્યાસ્પદ ક્ષણો અને હૃદયસ્પર્શી દૃશ્યોથી ભરેલી એક સુપર ફન ફેમિલી વોચ છે.

મ્યુઝિક
આ ફિલ્મનું સંગીત ફિલ્મના ટોનથી પૂરક છે. સાઉન્ડટ્રેક લાઇવલી અને ભાવનાત્મક ટ્રેક્સનું મિશ્રણ છે જે કહાનીને વધુ સારી રીતે રજૂ કરે છે. બેકગ્રાઉન્ડ સ્કોર અસરકારક રીતે ફિલ્મની કોમેડી અને ડ્રામેટિક ક્ષણોને રેખાંકિત કરે છે, જે વ્યૂઇંગ એક્સપીરિયન્સને વધુ આકર્ષક બનાવે છે.

દિગ્દર્શન
જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ આ ફિલ્મનું દિગ્દર્શન ખૂબ સારી રીતે કર્યું છે. તેમનું વિઝન વાર્તા અને પરફોર્મન્સમાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે. ફિલ્મની ગતિ પ્રેક્ષકોને સમગ્ર સમય દરમિયાન મનોરંજિત રાખે છે.

અમારી ટીમે તો આ ફિલ્મ જોઈ અને અમને ખરેખર ગમી. એકવાર તો આ ફિલ્મ જરૂર જોવી જોઇએ, એકદમ પૈસા વસૂલ ફિલ્મ છે. જુઓ અમદાવાદ Grand Premier નો નજારો નીચેના વીડિયોમાં: સિનેમાની દુનિયામાં એક અનોખો અનુભવ, ફક્ત પુરુષો માટે, પણ મહિલાઓએ તો ખાસ જોવી આ ફિલ્મ સૌને ગમશે!

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Shah Jina