...
   

બોર્ડર પાર ભારતીયો સાથે વાત કરવાની 9 રીત ! પાકિસ્તાની ડોક્ટરનો વીડિયો વાયરલ

પાકિસ્તાની ડોક્ટરે શીખવાડ્યુ, બોર્ડર પાર પાડોશીઓ સાથે કેવી રીતે વાત કરવી- વીડિયોએ ભારતીયોનું જીત્યુ દિલ

પાકિસ્તાની મહિલાએ બોર્ડર પાર હિંદુસ્તાનીઓ સાથે વાત કરવાની જણાવી 9 રીત- વીડિયોએ જીતી લીધુ લોકોનું દિલ

ભારત અને પાકિસ્તાન એવા બે પાડોશી દેશો છે જેમાં અવારનવાર તકરારની સ્થિતિ બની રહે છે. જો કે બંને દેશોના સામાન્ય લોકો સાથે વાત કરીએ તો તેઓ શાંતિના પક્ષમાં રહે છે. બંને દેશના લોકો સોશિયલ મીડિયા દ્વારા શાંતિ અને એકતાની વાત કરતા જોવા મળે છે. પરંતુ હાલમાં જ પાકિસ્તાનની એક મહિલા ડોક્ટર મરિયમ ફાતિમાએ ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડો-પાક બોર્ડરનો એક ફની વીડિયો શેર કર્યો છે, પોસ્ટના કેપ્શનમાં મરિયમે લખ્યું છે – ‘સરહદ પાર પાડોશીઓ સાથે વાત કરવી એ એક મજાની વાત છે. માત્ર શાંતિ. વીડિયોમાં રાવી નદી બંને દેશો વચ્ચે વહી રહી છે. આ તરફ કેટલાક પાકિસ્તાની યુવકો ઉભા છે અને નદીની બીજી બાજુ ભારતીય યુવકો ઉભા છે.

1. ‘નદી પાર હોવા છત્તાં તમારો હાથ તેમની તરફ લંબાવો અને કહો- આવી જા યાર’
2. ‘આશ્વાસન આપો કે હાથ પકડી લઇશ આ જા યાર.’
3.’તેમને હાય કહી હાથ મિલાવો.’
4.’હવામાં તેમના માટે દિલ બનાવો.’
5. ‘વારંવાર બૂમો પાડી કહો- આવી જાવ, અને તેમના જવાબની રાહ જુઓ.’
6. તેમને કહો- ‘ચાલો નદી પારથી જ ક્રિકેટ રમીએ.’
7. ‘તેમને જણાવો કે અમને તમારા સિંગર સિદ્ધુ મૂસેવાલા કેટલા પસંદ હતા.’
8.’તેમને કહો જરા જોરથી બોલે.’
9. ‘તો પણ વાત ના બને તો ઇશારામાં પોતાનો ફોન નંબર આપો.’

વીડિયોમાં ભારતીયો તરફથી ખૂબ જ સારી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. મરિયમનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું – ‘આ ખૂબ જ સુંદર છે – ભારત તરફથી તમને ઘણો પ્રેમ’. અન્ય એક પાકિસ્તાની વ્યક્તિએ લખ્યું- ‘અમેરિકામાં રહેતા સમયે હું ભારતીયોને મળ્યો અને જાણ્યું કે તેઓ કેટલા સારા છે. કોઈના દિલમાં આપણા માટે નફરત નથી. એક યુઝરે લખ્યું- ‘ભારત અને પાકિસ્તાનની સંસ્કૃતિ અને ખોરાક સમાન છે. આપણને સાથે રહેવું ગમે છે. અન્ય એક પાકિસ્તાની વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું- ‘જો તમારે ખરેખર ભારતીયોને મળવું હોય તો દુબઈ આવો. દરેક જગ્યાએ ભારતીયો છે અને એક પાકિસ્તાની તરીકે હું કહી શકું છું કે મારા ભારતીય મિત્રો ખૂબ જ આદરણીય છે.

Shah Jina