સોશિયલ મીડિયા પર અવરા નવાર અનેક વીડિયો વાયરલ થાય છે, જેમાંના કેટલાક હસાવે છે તો કેટલાક આશ્ચર્યચકિત પણ કરે છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે લગ્નનો છે. વર-કન્યા સ્ટેજ પર બેઠા હોય છે અને આ દરમિયાન દુલ્હન અચાનક ઊભી થઈ જાય છે અને એક ખાસ ગીત પર નાચવાનું શરૂ કરે છે. આ ગીત હોય છે- ‘પાપા સિંગલ રહેને દે… મને સિંગલ રહેને દે…’
દુલ્હનની એનર્જી જોઈને દુલ્હો સહિત પરિવાર અને ત્યાં હાજર સૌ કોઇ તાળીઓ પાડવા લાગે છે. દુલ્હનનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કરતા લખ્યું – ‘તમે લગ્નની બધી નિરાશા એક ડાન્સમાં જ કાઢી નાખી.’
અન્ય એક યુઝરે લખ્યું – ‘હવે બહેન તમારા લગ્ન થઈ ગયા છે, હવે કોઈ રસ્તો નથી’. બીજા એક યુઝરે લખ્યું- ‘અમેઝિંગ ગીત અને અદભૂત ડાન્સ… જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર એચડી ક્રિએશન ફિલ્મ એ શેર કર્યો છે, જેને 66 મિલિયન કરતા પણ વધારે વ્યુઝ મળ્યા છે અને 1.5 લાખ કરતા વધુ લાઇક મળી છે.
આ વીડિયોમાં જે દુલ્હો જોવા મળી રહ્યો છે તેનું નામ જયદીપ શાહ છે અને જે દુલ્હને પોતાના ડાંસથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા તેનું નામ અદિતિ શાહ છે.
View this post on Instagram