...
   

અશ્રુભીની વિદાય: અણધારી નોકરી ગુમાવ્યા બાદ કર્મચારી થયો બેભાન, વીડિયોએ લોકોને હચમચાવી નાખ્યા…

નોકરી ગુમાવ્યાનો લાગ્યો એટલો મોટો આઘાત કે ટર્મિનેશન લેટર વાંચીને બેભાન થયો કર્મચારી…

પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં આવેલા પ્રખ્યાત મોનાલ રેસ્ટોરન્ટને તાજેતરમાં કોર્ટના આદેશ બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશી પ્રવાસીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય હતું. આ રેસ્ટોરન્ટમાં લગભગ 700 લોકો કામ કરતા હતા, જેઓ કોર્ટના આદેશ બાદ અચાનક જ બેરોજગાર થઈ ગયા.

આ પરિસ્થિતિમાં, એક કર્મચારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પોતાનો ટર્મિનેશન લેટર લઈને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળે છે. આ વ્યક્તિ લેટર વાંચતાં જ પહેલાં રડી પડ્યો અને પછી બેભાન થઈ ગયો. સોશિયલ મીડિયા પર લોકો નોકરીમાંથી કાઢી મૂકાયેલા કર્મચારીઓની આ દુર્દશા જોઈને દુઃખી થયા છે. વાયરલ થયેલા વીડિયોના કમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું, “તે બેભાન થઈ ગયો કારણ કે તેને સમજાતું નથી કે તે પરિવારની જવાબદારીઓ કેવી રીતે પૂરી કરશે.” બીજા એક વ્યક્તિએ લખ્યું, “હું પ્રાર્થના કરું છું કે આ લોકોને જલ્દીથી સારી નોકરીઓ મળે.”


મોનાલના માલિકે બેરોજગારીની સમસ્યાને સ્વીકારતા કર્મચારીઓને વિદાય પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું, “કાશ હું તમને બધાને રાતોરાત નોકરી અપાવી શકતો હોત . પરંતુ હાલના નાણાકીય સંકટને જોતાં હું તમને નવા પ્રોજેક્ટ્સ સોંપી શકતો નથી. કૃપા કરીને આને ઉપરવાળાનો નિર્ણય સમજો અને નવી નોકરી શોધવાનું શરૂ કરો.”સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટેના આ નિર્ણય બાદ, મોનાલે જાહેરાત કરી કે તે 11 સપ્ટેમ્બર, 2024ના રોજ પોતાનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેશે. રેસ્ટોરન્ટે તેના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું, “2006થી મોનાલ ફેમિલી માટે પાકિસ્તાન અને તેના સુંદર લોકોની સેવા કરવી અને તેમની સકારાત્મક છબી રજૂ કરવી એ ખૂબ જ આનંદની વાત રહી છે. આ યાત્રા અમારી સાથે જોડાયેલી ટીમ માટે સફળતાની વાર્તાઓ અને લાગણીઓથી ભરપૂર હતી, પરંતુ હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.”

Swt