...
   

કરોડપતિ બનવાનું આ છોકરીનું તૂટ્યું સપનું, શું તમે જાણો છો 1 કરોડના આ પ્રશ્નનો જવાબ ?

અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’ શોએ અત્યાર સુધીમાં ઘણા લોકોના કરોડપતિ બનવાના સપના પૂરા કર્યા છે. જ્યારે રાજસ્થાનની નરેશી મીનાનો પ્રોમો બહાર આવ્યો, ત્યારે દર્શકોને આશા હતી કે તે કૌન બનેગા કરોડપતિના 16મા સીઝનની પ્રથમ કરોડપતિ બનશે.

કેબીસી 16ની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકો આવી લાખો રૂપિયા જીતીને ગયા છે. પરંતુ તાજેતરમાં આવેલા એક નવીનતમ એપિસોડમાં હૉટસીટ પર વિષ્ણુ અચ્યુત પછી રાજસ્થાનની નરેશી મીણા આવી અને તેમને રમત રમવાની તક મળી.નરેશીને સારવાર માટે પૈસાની જરૂર છે. ટ્યુમર જેવી ગંભીર બીમારીનો શિકાર થયેલી નરેશીની કહાની સાંભળીને કેબીસીમાં અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા.

નરેશીએ અમિતાભ બચ્ચનને જણાવ્યું, “સર, મને 2018માં બ્રેઇન ટ્યુમરની જાણ થઈ હતી. 2019માં મારી સર્જરી પણ થઈ હતી, તે સમયે મારી માતાએ પણ દાગીના વેચવા પડ્યા હતા. સર્જરી પછી પણ ડૉક્ટરો સંપૂર્ણ ટ્યુમર કાઢી શક્યા નથી. આ ખૂબ જ કટોકટીભર્યું છે, પરંતુ તેના માટે ફરીથી સર્જરી કરવાની જરૂર પડશે. ડૉક્ટરોએ પ્રોટોન થેરાપીની સલાહ આપી છે, પરંતુ તે ખૂબ જ મોંઘી છે અને તેના માટે 25-30 લાખ રૂપિયા લાગશે. આ ભારતની માત્ર 2-4 હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે.”

બિગ બીએ નરેશીને સારવારમાં મદદ કરવાનો વાયદો કર્યો હતો
નરેશીની વાત સાંભળીને અમિતાભ બચ્ચન પણ ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે નરેશીને સારવારનું વચન આપ્યું. અભિનેતાએ કહ્યું, “નરેશીજી, હું તમને ખાતરી આપવા માંગુ છું કે હું તમારી પ્રોટોન થેરાપી માટે જરૂરી પૈસાની વ્યવસ્થા કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરીશ અને મને પૂરી આશા છે કે તમારી સારવાર સરળતાથી ચાલુ રહેશે. નરેશીજી, હું તમારો એક મદદગાર બનવા માંગુ છું અને જેટલો પણ ખર્ચ થશે તેના માટે હું પ્રયાસ કરીશ.”


નરેશીને આ સવાલ પૂછવામાં આવ્યો
શોના હોસ્ટ અમિતાભ બચ્ચને નરેશીને જે સવાલ પૂછ્યો હતો તે હતો કે લીલા રાવ દયાલ કોને હરાવીને વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ મેચ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ? આ પ્રશ્નના જવાબમાં નરેશીને જે ચાર વિકલ્પો મળ્યા તે હતા – લોટી ડોડ, ગ્લેડીસ સાઉથવેલ, મે સટન અને કિટ્ટી ગોડફ્રી. સાચો જવાબ ગ્લેડીસ સાઉથવેલ હતો પરંતુ રમત છોડ્યા પછી, નરેશીએ અનુમાન લગાવ્યું અને પ્રથમ વિકલ્પ એટલે કે લોટી ડોડને લૉક કર્યો.

Swt