...
   

હાર્દિક સાથે છૂટાછેડા પછી નતાશાએ પુલમાં બિકિની પહેરી વરસાવ્યો કહેર, આ નવી વ્યક્તિ સાથે મોજ કરતી દેખાઈ, જુઓ

ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાર્દિક સાથે છૂટાછેડાના એનાઉન્સમેન્ટ બાદ નતાશા સોશિયલ મીડિયા પર તેની પોસ્ટના કારણે ચાહકો વચ્ચે હેડલાઇન્સમાં રહે છે. ત્યારે હાર્દિકથી અલગ થયા બાદ નતાશા તેના હોમટાઉન સર્બિયામાં દીકરા સાથે પોતાની લાઇફ એન્જોય કરી રહી છે.

નતાશા અવાર નવાર તેના વેકેશનની ઝલક ચાહોક સાથે શેર કરે છે. ત્યારે તાજેતરમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો પરથી લાગે છે કે તે પોતાનો મોટાભાગનો સમય સર્બિયામાં તેના પુત્ર અગસ્ત્ય સાથે વિતાવી રહી છે. નતાશા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા લેટેસ્ટ ફોટોમાં તે ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે.

અગસ્ત્ય ઉપરાંત નતાશા સાથે એક યુવતિ પણ જોવા મળી રહી છે. કેટલાક ફોટા દરિયા કિનારાના છે. એક વીડિયોમાં નતાશા યુવતિ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સિવાય તેણે અગસ્ત્ય સાથે અલગ-અલગ ફોટા પણ પોસ્ટ કર્યા છે અને કેટલાક ફૂડ ફોટો પણ છે. તેના આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

નતાશાનો આ દરમિયાનનો બિકિની લુક ચાહકો વચ્ચે ચર્ચા જગાવી રહ્યો છે. જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 18 જુલાઈ 2024ના રોજ અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી. જો કે, લગ્નના 4 વર્ષ પછી બંને અલગ થવાને કારણે ચાહકોને પણ આઘાત લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નતાશાથી અલગ થયા બાદ હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર જૈસ્મિન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ હાર્દિક અને જૈસ્મિન બંનેએ એક જ લોકેશન પરથી ફોટો-વીડિયો શેર કર્યા હતા, જે બાદ તેમની ડેટિંગની ચર્ચા ચાલી હતી. જો કે આ અંગે હાર્દિક અને જૈસ્મિન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Shah Jina