ઓનલાઇન લીક થયો હોટ ઇંટીમેટ સીન, વીડિયોએ મચાવ્યુ ઇન્ટરનેટ પર તોફાન- લોકોના રિએક્શન પર ભડકી એક્ટ્રેસ
ઓનલાઈન ફિલ્મો અને તેના બોલ્ડ સીનનું લીક થવું આજકાલ સામાન્ય બની ગયું છે. થોડા સમય પહેલા અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘ઘુસપૈઠિયા’નો બાથરૂમ સીન લીક થયો હતો. ઉર્વશી બાદ હવે વધુ એક અભિનેત્રીના હોટ ઈન્ટીમેટ સીનનો વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે, જેમાં તે અભિનેતા સાથે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહ્યો છે અને લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ પોતાની ફિલ્મના ઈન્ટીમેટ સીન લીક થવા પર મૌન તોડ્યું છે. વાસ્તવમાં અભિનેત્રી રૂહાની શર્માની ફિલ્મ ‘આગ્રા’ના કેટલાક ઈન્ટીમેટ સીન ઓનલાઈન લીક થઈ ગયા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ ફિલ્મમાં અભિનેત્રી રૂહાનીએ તેના કો-એક્ટર સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ ફિલ્માવ્યા છે, જે લીક થઈ ગયા છે. આ ફિલ્મના એક નહીં પરંતુ ઘણા ઈન્ટિમેટ સીન અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ફિલ્મ ‘આગ્રા’માં ફિલ્માવવામાં આવેલા આ ઈન્ટીમેટ સીન્સ લીક થયા બાદ લોકો અભિનેત્રી રૂહાની શર્માને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.
ત્યારે લાંબા સમયથી ટ્રોલિંગનો સામનો કરી રહેલી રૂહાનીએ આખરે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રોલર્સને જવાબ આપ્યો છે અને તેના ચાહકોને જણાવ્યું કે તે શું અનુભવી રહી છે. રુહાની શર્માએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘આ ખૂબ જ છે નિરાશાજનક છે કે અમારી મહિનાઓની મહેનત અને સમર્પણની આ રીતે અવગણના કરવામાં આવી રહી છે.
આર્ટ ફિલ્મ બનાવવી સરળ નથી, તેમાં ઘણી મુશ્કેલી અને મહેનત કરવી પડે છે. જે લોકો વિચાર્યા વિના ત્વરિત નિર્ણયો લે છે તેઓને ખબર હોવી જોઇએ કે એક પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં કેટલું લોહી, પરસેવો અને મહેનત જાય છે. દરેક વ્યક્તિને આ સમજવાની જરૂર છે.’ જણાવી દઈએ કે ફિલ્મ ‘આગ્રા’નું પ્રીમિયર 2023માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ડાયરેક્ટર્સ ફોર્ટનાઈટમાં થયું હતું.
આવી સ્થિતિમાં પોતાની ફિલ્મ પર ગર્વ વ્યક્ત કરતા અભિનેત્રીએ આગળ લખ્યું, ‘મને મારી ફિલ્મ અને આખી ટીમ પર ગર્વ છે. જે લોકો આ ફિલ્મની શૈલીને સમજી શકતા નથી, તેઓને હું નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે તેઓ અમારી કળાનું સન્માન કરે. કળા હંમેશા સરળ હોતી નથી, તેનો હેતુ આપણને પડકારવાનો અને લાગણીઓને જાગૃત કરવાનો છે.
View this post on Instagram