...
   

પત્નીની બેવફાઇનો લાઇવ વીડિયો વાયરલ ! પતિની ચતુરાઇના કાયલ થયા લોકો

પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય છે, લગ્ન પછી બંને એકબીજાને ચીટ નહિ કરે એવી ઉમ્મીદ હોય છે. પરંતુ હવે ખ્વાહિશોને દબાવવાનો સમય ચાલ્યો ગયો છે. હવે લોકો જે કરવા માગે છે તે જ કરે છે. જો કે, એક સમય એવો આવે છે જ્યારે તેમની પોલ ખુલ્લી પડી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર પત્નીની બેવફાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પતિએ પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પર્દાફાશ એવા સમયે કર્યો જ્યારે તમામ સંબંધીઓ એક જગ્યાએ હાજર હતા. એક દિવસ અચાનક પતિને એક MMS મળે છે જે તેની પત્ની અને તેના એક મિત્રનો હતો. આમાં બંને ઈન્ટિમેટ થતા જોવા મળે છે. આ પછી પતિ ચૂપચાપ પત્ની વિરુદ્ધ પુરાવા એકઠા કરે છે. આ દરમિયાન તેની પત્ની તેને કહે છે કે તે ગર્ભવતી છે. સાત મહિના પછી જ્યારે બેબી શાવરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પતિ તેના અને પત્નીના તમામ સંબંધીઓને આમંત્રણ આપે છે. તે વીડિયોમાં દેખાતા વ્યક્તિને પણ બોલાવે છે.

ક્લિપની શરૂઆતમાં આ વ્યક્તિનો વકીલ બેબી શાવરની જાહેરાત કરે છે. તે બાળકના પિતાનું નામ જણાવે છે. આ સાંભળીને બધા ચોંકી જાય છે. વાસ્તવમાં એ મહિલાના પ્રેમીનું નામ છે. આના પર સવાલ ઉઠાવતા પહેલા તે બાળકનો ડીએનએ રિપોર્ટ, મહિલાના ગેરકાયદેસર સંબંધોના વીડિયો અને અન્ય પુરાવા રજૂ કરે છે. આ પછી, બધા આ મહિલાને દોષી ઠેરવીને પાર્ટી છોડી દે છે. આ વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina