...
   

જન્માષ્ટમીના અવસર પર વ્યક્તિએ શ્વાનને આપ્યો એવો લુક કે વીડિયો જોઇ સોશિયલ મીડિયા પર જામી ચર્ચા

જન્માષ્ટમીના અવસર પર વ્યક્તિએ શ્વાનને આપ્યો એવો લુક કે વીડિયો જોઇ સોશિયલ મીડિયા પર જામી ચર્ચા, જુઓ નીચે

26 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. લોકોએ પોતાના નાના બાળકોને કાન્હા જેવા તૈયાર કરી ઈન્ટરનેટ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા. પરંતુ જો કોઈ વીડિયોએ લોકોનું સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે છે એક ડોગનો વીડિયો. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એક ડોગ લવરે પોતાના ડોગને નંદ ગોપાલ જેવો ડ્રેસ પહેરાવીને તૈયાર કર્યો અને રીલ શેર કરી.

આ પોસ્ટ પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે, તો ઘણા યુઝર્સ અલગ-અલગ વ્યૂ ધરાવતા પણ જોવા મળી રહ્યા છે. યૂઝર્સ કોમેન્ટ સેક્શનમાં આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ધરતી પર કણ કણમાં દરેક દરેક નિર્જીવ વસ્તુમાં ઇશ્વરનો વાસ છે, તો પછી આ તો જીવ છે. જય શ્રી કૃષ્ણ.

અન્ય એક યૂઝરે લખ્યું- જેમને સમસ્યા છે તેમણે પોતાના ઘરના નાના બાળકોને પણ કૃષ્ણ ન બનાવવા જોઈએ, નહીં તો જ્ઞાન પણ ના આપો. ડોગ ખૂબ જ સુંદર લાગે છે. યુઝર્સ આ ક્લિપ પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો @joythegoldenprince દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 26 ઓગસ્ટે પોસ્ટ કરવામાં આવેલી આ રીલને અત્યાર સુધીમાં 37 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Shah Jina