દિશા પટનીનું નામ બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે, જે દરેક વખતે પોતાના કિલર લુકથી લોકોના દિલ જીતી લે છે. દિશા તેના ગ્લેમરસ લુક અને સિઝલિંગ તસવીરોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીની કેટલીક એવી તસવીરો સામે આવી છે જે જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.
વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દિશા પટણી દરેક લુકમાં સનસની ફેલાવી દે છે. હાલમાં જ દિશાએ તેના સોશિયલ મીડિયા પર કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે બ્લેક મેટાલિક ડીપનેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે અને અદ્ભૂત પણ લાગી રહી છે. તેના કિલર લુક્સ લોકોને તેના દિવાના બનાવવા માટે પૂરતા છે.
દિશાએ આ ડ્રેસ સાથે ગોલ્ડન બ્રેસલેટ પહેર્યું છે અને મિનિમલ મેકઅપ કર્યો છે. આ લુકમાં તે બોલ્ડની સાથે સાથે ખૂબ જ ક્યૂટ પણ લાગી રહી છે. શોર્ટ કર્લી હેરસ્ટાઇલ દિશાને સૂટ કરી રહી છે. આ તસવીરમાં તે પોતાના નેઇલ્સને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે, દિશાએ તેના અદભૂત લુક સાથે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
દિશાની આ તસવીરો પર તેની બહેન ખુશ્બુ પટનીએ કોમેન્ટ કરી- ‘એલિગન્ટ બ્યૂટી’. જ્યારે તેની બેસ્ટ ફ્રેન્ડ મૌની રોય પણ કમેન્ટ કરવાથી પાછળ ના રહી. તેણે ફાયર ઇમોજી સાથે દિશા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળી હતી. નાગ અશ્વિનની ‘કલ્કી 2898 એડી’માં દિશાનો સ્ક્રીન ટાઇમ ભલે ઓછો રહ્યો હોય પણ તેના નાના અભિનય એ વાર્તામાં મજબૂત અસર કરી હતી.
અભિનેત્રી હવે તેની આગામી ફિલ્મોની તૈયારી કરી રહી છે. હવે તે સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’માં જોવા મળશે, આ ફિલ્મમાં બોબી દેઓલ પણ છે, જે ‘એનિમલ’ પછી ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. આ સિવાય દિશા ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જોવા મળશે.