...
   

છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યા પર કસ્યો તંજ ? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ, બોલી- પ્રેમમાં અપમાન…જુઓ આખી મેટર

વર્ષ 2024 હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક માટે ક્યારેય ન ભૂલી શકાય તે વર્ષોમાંનું એક હશે. લગ્નના થોડા વર્ષો બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. તેમના છૂટાછેડાનું કારણ શું હતું ? દરેક વ્યક્તિ આ જાણવા માંગે છે. નતાશા અને હાર્દિક બંને આ મામલે મૌન સેવી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નતાશાએ સંબંધોને બચાવવા માટે મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો, પરંતુ વાત ના બની શકી. હાર્દિક પંડ્યા પોતાનાથી બહાર નીકળવા તૈયાર નથી અને બનાવટી જીવન જીવતો હતો પણ નતાશાને તે બિલકુલ પસંદ નહોતું. હવે છૂટાછેડાના 40 દિવસ પછી અભિનેત્રીએ સમજાવ્યું કે પ્રેમ શું છે. નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટા સ્ટોરી પર પ્રેમ વિશે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી.

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે પ્રેમ શું છે. અભિનેત્રીએ જે પોસ્ટ શેર કરી તેમાં લખ્યુ છે- ‘પ્રેમ શાંતિ છે, પ્રેમ દયાળુ છે, તે ઈર્ષ્યા નથી કરતો. તે ખોટુ અભિમાન નથી કરતો. આ ઘમંડ નથી. તે કોઈનું અપમાન કરતો નથી. પ્રેમ એટલે માત્ર તમારી જાતમાં મગ્ન રહેવું એ નથી. પ્રેમ સરળતાથી ગુસ્સે થતો નથી.

પ્રેમ ભૂલોનો કોઈ રેકોર્ડ રાખતો નથી. પ્રેમ ભુરાઇથી ખુશ નથી થતો પણ સચ્ચાઇથી ખુશ થાય છે. પ્રેમ હંમેશા રક્ષણ આપે છે, હંમેશા વિશ્વાસ કરેછે, હંમેશા ઉમ્મીદ રાખે છે. પ્રેમ ક્યારેય હારતો નથી.’ રસપ્રદ વાત એ છે કે, આ પોસ્ટ રિપોર્ટ પછી તરત જ આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નતાશા અને હાર્દિક એટલે અલગ થઈ ગયા કારણ કે ક્રિકેટર પોતામાં ખૂબ જ મસ્ત રહેતો હતો. આ નિર્ણય નતાશા માટે પીડાદાયક હતો. તેણે આ સંબંધને બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અંતે તે હારી ગઈ.

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના અલગ થવાની જાહેરાત પહેલા નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના હોમટાઉન સર્બિયા ચાલી ગઇ હતી. હાલમાં નતાશા અને અગસ્ત્ય ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ હાર્દિકની ડેટિંગની અફવાઓ બ્રિટિશ સિંગર જૈસ્મીન વાલિયા સાથે જોરોશોરોથી ચાલી રહી છે.

Shah Jina