યુઝવેન્દ્ર ચહલની પત્નીનો નવો લુક આવ્યો સામે, ટાઈટ ટીશર્ટમાં ઉપર ન દેખાવાનું દેખાઈ જતા ફેન્સ ચોંકી ઉઠ્યા, જુઓ ફોટો
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ચાહકો પણ ધનશ્રીને ખૂબ પસંદ કરે છે અને પોસ્ટને લાઇક પણ કરે છે અને કમેન્ટ્સ પણ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના 6 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
ધનશ્રીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેના ડાન્સના વીડિયો પોસ્ટ કરતી રહે છે. ધનશ્રી પોતાની સુંદરતા અને તેના ડાન્સ મૂવ્સથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તે રિયાલીટી શોમાં પણ ભાગ લઇ ચૂકી છે.
થોડા સમય પહેલા તેણે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં ભાગ લીધો હતો પરંતુ તે ટ્રોફી જીતવાથી ચૂકી ગઈ હતી. ધનશ્રીએ તેના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે, તે ઘણા મ્યુઝિક વીડિયોનો પણ ભાગ રહી ચૂકી છે. આ સિવાય ધનશ્રી સોશિયલ મીડિયાના દરેક ટ્રેન્ડને ખૂબ જ સારી રીતે ફોલો કરે છે.
ત્યારે હાલમાં તેણે જે તસવીરો પોસ્ટ કરી છે તેમાં તેના હેરનો મેકઓવર કરાવેલો જોવા મળી રહ્યો છે. ધનશ્રીએ સ્ટ્રેટ સ્વર્લ હેરના નવા મેકઓવર સાથેની ઘણી તસવીરો શેર કરી છે. આ ફોટોશૂટમાં તે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. તે તેના વાળ ફ્લોન્ટ કરી રહી છે. ધનશ્રીના ફેન્સ તેની નવી હેરસ્ટાઈલના દિવાના થઈ ગયા છે અને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.