...
   

ફ્લાઇટનો આ વીડિયો જોઇ બોય્ઝને થઇ જલન, કહ્યુ- અમને પણ જોઇએ આવી ગર્લફ્રેન્ડ

ઘણા શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે, જે લોકો માટે યાદગાર બની જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચંદીગઢની એક છોકરીએ તેના બોયફ્રેન્ડને ઈન્ડિગોની ફ્લાઈટમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયો. આ ક્ષણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર ઐશ્વર્યા બંસલે શેર કર્યો છે. વીડિયોને 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં ઐશ્વર્યા બંસલ અને અમૂલ્ય ગોયલ બંને ફ્લાઈટમાં ચઢતા જોવા મળે છે. ગોયલ તેની સાથે શું થવાનું છે તેનાથી અજાણ છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે બંસલ કોરિડોરમાં પ્રવેશ કરે છે અને આ પછી એક ફ્લાઇટ એટેન્ડન્ટ એક ખાસ મૂવમેન્ટની જાહેરાત કરે છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ઓહ માય ગોડ! મેં જે વિચાર્યું તેના કરતાં આ વધુ સારું છે. હું તેને સરપ્રાઈઝ કરવા માંગતી હતી અને અચાનક મારા મગજમાં આ વિચાર આવ્યો. મને ખબર નહોતી કે ક્રૂ તેને મંજૂરી આપશે કે નહીં, પરંતુ તમે ચાલો. જુઓ પછી શું થયું?” આ વીડિયો પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ક્યૂટ ગણાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_)

Shah Jina