પૂર વચ્ચે ડિલીવરી લઇને પહોંચ્યા Zomato વાળા ભાઇ, ભાવુક થયા લોકો- જુઓ વીડિયો
હાલમાં દેશમાં સર્વત્ર નહિવત કે ભારે વરસાદ ચાલુ છે. ગુજરાત સહિત અનેક વિસ્તારો ખરાબ રીતે વરસાદથી પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં, પોતાને સુરક્ષિત રાખવા માટે લોકો તેમના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજકાલ લોકો ઘરે બેઠા બેઠા ઓનલાઈન ગમે તે ઓર્ડર કરી શકે છે. પરંતુ પૂરની પરિસ્થિતિમાં આ ડિલિવરી કેટલી મુશ્કેલ છે તે વિચારવા જેવું છે.
આ બધું હોવા છતાં, કોઈ મજબૂરીને કારણે એવા લોકો છે જે વાવાઝોડા અને ભારે વરસાદ વચ્ચે પણ પોતાની જવાબદારીઓને કારણે જીવનની મુશ્કેલીઓ સામે લડતા આગળ વધતા જોવા મળે છે. હાલમાં જ એક એવા વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. હકીકતમાં આ વ્યક્તિ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો ડિલિવરી બોય છે.
વીડિયોમાં તે ઘૂંટણની ઉપર પાણીમાં ચાલીને અમદાવાદમાં કોઈને ભોજન પહોંચાડવા જઈ રહ્યો છે. તેની આસપાસની કાર અને બસો પણ અમુક અંશે ડૂબી ગઈ હોય તેવું લાગે છે પરંતુ તે તેની મઝિલ તરફ ચાલી રહ્યો છે. એક્સ યુઝર વિકુંજ શાહે તેની 16 સેકન્ડની ક્લિપ શેર કરી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેમાં તેણે ઝોમેટોના સીઈઓ દીપિંદર ગોયલને તેની પ્રતિબદ્ધતા અને નિશ્ચય માટે ડિલિવરી બોયને પુરસ્કાર આપવાનું પણ કહ્યું.
ઝોમેટોએ પણ આનો જવાબ આપ્યો અને ડિલિવરી એજન્ટને ઓળખવા માટે વિકુંજને ઓર્ડર આઈડી આપવાનું કહ્યું જેથી કરીને તેને યોગ્ય ઇનામ આપવામાં આવેય આ વીડિયો પર ઘણા લોકો ડિલિવરી એજન્ટના વખાણ કરતાં જોવા મળ્યા તો ઘણા લોકોએ આવા સંજોગોમાં ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકની ટીકા કરી.
#ZOMATO delivering in Ahmedabad amidst extremely heavy rains!! #ahmedabadrains #Gujarat pic.twitter.com/JWIvvhIDtP
— Vikunj Shah (@vikunj1) August 26, 2024