રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે ‘મિર્ઝાપુર’ની ‘માધુરી ભાભી’, બિકિનીથી લઇને બેકલેસ ડ્રેસ સુધી, જુઓ PHOTOS
પ્રાઇમ વીડિયોની લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ હતી. આ સીરીઝને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી. આ વેબ શોમાં ગુડ્ડુ પંડિત અને કાલીન ભૈયા વચ્ચે મિર્ઝાપુરની ગાદીની લડાઈ જોવા મળી. કેટલાક નવા ચહેરાઓ પણ ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝનમાં પ્રવેશી ચૂક્યા છે અને પડદા પર રાજ કરી રહ્યા છે. તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ આ વખતે લોકો મુન્ના ભૈયાને ચૂકી ગયા. વેલ, નવા ચહેરાઓમાંથી એક મુન્ના ભૈયાની પત્ની માધુરી યાદવ પણ છે, જે બીજી સિઝનમાં જોવા મળી હતી.
તેણે ત્રીજી સિઝનમાં પણ ઘણી લાઈમલાઈટ મેળવી છે. ‘મિર્ઝાપુર 3’માં માધુરીનું પાત્ર ભજવનારી અભિનેત્રી અન્ય કોઈ નહીં પરંતુ ઈશા તલવાર છે. ઈશા તલવારે ‘મિર્ઝાપુર’ની બીજી અને ત્રીજી સીઝનમાં મુખ્યમંત્રી માધુરી યાદવ ત્રિપાઠીની ભૂમિકા ભજવી છે. વેબ સિરીઝમાં પોતાના સિમ્પલ લુકથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી રિયલ લાઈફમાં બિલકુલ અલગ છે. ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનમાં ઈશા સફેદ સાડી પહેરેલી વિધવા તરીકે જોવા મળી હતી. ઈશા તલવાર આજે દર્શકો માટે જાણીતું નામ અને ચહેરો બની ગઈ છે.
ઈશાએ સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની શાનદાર એક્ટિંગનો જાદુ બતાવ્યો છે. જો કે, આજે મોટાભાગના લોકો તેને સુપરહિટ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની માધુરી તરીકે ઓળખે છે. આ સિરીઝમાં મુન્ના ભૈયાની પત્નીની ભૂમિકા ભજવીને તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે ઈશાએ માત્ર 13 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 22 ડિસેમ્બર 1987ના રોજ મુંબઈમાં જન્મેલી ઇશાના પિતા પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે.
ભાગ્યે જ કોઈને ખબર હશે કે અભિનેત્રીના પિતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. ત્યાં ઈશાનો ભાઈ પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મો સાથે જોડાયેલો છે. ઈશા તલવાર વિશે વાત કરીએ તો, તે માત્ર એક્ટ્રેસ જ નહિ પણ એક ઉત્તમ ડાન્સર પણ છે, તેણે કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ ડાન્સ સ્કૂલમાંથી ઘણી ડાન્સિંગ સ્ટાઈલ શીખી છે.
વર્ષ 2012માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર ઈશા પહેલીવાર અનિલ કપૂર અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હૈ’માં બાળ કલાકાર તરીકે સ્ક્રીન પર જોવા મળી હતી. તે સમયે તે માત્ર 13 વર્ષની હતી. આ પછી તેણે 2012માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ત્યારબાદ તેણે કારકિર્દીમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું, ઘણી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવ્યા પછી ઈશાએ 2017માં સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઇટ’થી બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી.
એટલું જ નહીં તે ઘણી વેબ સિરીઝ અને 40 જેટલી જાહેરાતોનો પણ ભાગ રહી ચુકી છે. ઈશા આજે ભવ્ય જીવન જીવે છે. તેણે ‘આર્ટિકલ 15’, ‘ગિન્ની વેડ્સ સની’ અને ફરહાન અખ્તરની ‘તુફાન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, અભિનેત્રી સાઉથની ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે.