દીપિકા પાદુકોણે બ્લેક બ્રા પહેરીને બેબી બંપની પહેલી તસવીરો, આપ્યા રોમેન્ટિક પોઝ- જુઓ તસવીરો
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલ્દી જ તેમના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારે આ દિવસોમાં બોલિવૂડનું પાવર કપલ તેમના પહેલા બાળક માટે ઘણી તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે દીપ-વીરે એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે જે ખૂબ વાયરલ થઇ રહ્યુ છે.
આ તસવીરોમાં બોલિવૂડની ડિમ્પલ બ્યુટીના ચહેરા પર ખુશી અને પ્રેગ્નેંસીની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે. ડેડી ટુ બી રણવીર સિંહ પણ ખુશ દેખાઈ રહ્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મેટરનિટી ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે, જેના પર સેલેબ્સ અને ચાહકો પ્રેમ વરસાવાની સાથે સાથે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. તસવીરોમાં કપલ સંપૂર્ણપણે પ્રેમમાં ડૂબેલુ જોવા મળી રહ્યું છે.
દીપિકા પાદુકોણનું આ મેટરનિટી શૂટ ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે. ડિમ્પલ બ્યુટીએ બિકીનીમાં આપેલા સ્ટાઈલિશ ફોટોશૂટને ફેન્સ જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ પસંદ કરી રહ્યા છે, દીપિકાના આ મેટરનિટી શૂટે તો ચાહકોના હૃદયને ખુશ કરી દીધું. એક્ટ્રેસે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સી ફોટોશૂટની 14 તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી.
દીપિકા તેની પ્રેગ્નેન્સીને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ઘણા લોકો દીપિકાની પ્રેગ્નેન્સીને ફેક કહી રહ્યા હતા, જો કે તેણે તેેના મોટા બેબી બંપની તસવીરો પોસ્ટ કરીને ટ્રોલર્સને ચૂપ કરી દીધા. દીપિકાએ સિંગલ ફોટોશૂટ સાથે સાથે પતિ રણવીર સિંહ સાથે પણ રોમેન્ટિક પોઝ આપતુ ફોટોશૂટ કરાવ્યુ છે. તસવીરમાં રણવીર સિંહ પત્નીના બેબી બમ્પને પ્રેમથી નિહાળતો અને સંભાળતો જોઇ શકાય છે.
દીપિકા પાદુકોણે અલગ-અલગ આઉટફિટ્સમાં આકર્ષક પોઝ આપ્યા છે, જે લોકોને દિવાના બનાવી રહ્યા છે. દીપિકાએ બ્લેક બ્રેલેટ સાથેનો સૂટ પહેર્યો છે, જેની સાથે તેની મોહક સ્માઇલ તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા-રણવીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ કર્યુ હતુ. કપલે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં બાળકનો જન્મ થશે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે તેમને તેમના જીવનના નવા તબક્કા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ વર્ષે દીપિકા અને રણવીર સપ્ટેમ્બર મહિનામાં પેરેન્ટ્સ ક્લબમાં શામેલ થશે ત્યારે ચાહકો એ જાણવા ઇચ્છુક છે કે દીપિકાની ડ્યુ ડેટ કઇ છે એટલે કે સપ્ટેમ્બરમાં તે કયા દિવસે બાળકને જન્મ આપશે. તો જણાવી દઇએ કે, સેલિબ્રિટી પેપરાજી વિરલ ભાયાણીએ લેટેસ્ટમાં દીપિકા પાદુકોણની ડિલિવરી ડેટને લઇને એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં જણાવ્યુ હતુ કે અભિનેત્રી 28 સપ્ટેમ્બરનાં રોજ માતા બની શકે છે.
જો કે, આ ખબરો પર રણવીર અને દીપિકા તરફથી હાલમાં કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ ડેટ સામે આવ્યા બાદ એક વાતે સોશિયલ મીડિયા પર ચર્ચાનું જોર પક્ડયુ છે અને તે એ છે કે 28 સપ્ટેમ્બરે બોલિવુડના ડેશિંગ એક્ટર રણબીર કપૂરનો બર્થ ડે છે. ત્યારે દીપિકાની ડ્યુ ડેટ જ્યારથી સામે આવી છે ત્યારથી સોશિયલ મિડીયા યુઝર અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે.
જણાવી દઇએ કે, દીપિકા અને રણવીર બોલિવૂડના સૌથી પ્રિય અને પાવર કપલ્સમાંથી એક છે. લગ્નના લગભગ 6 વર્ષ બાદ બંને પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. દીપિકાએ વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ના સેટ પર થઈ હતી.
સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને 5 વર્ષના રિલેશન પછી બંને લગ્નના બંધનમાં બંધાયા. દીપિકા અને રણવીરે સાથે ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’, ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ’83’માં કામ કર્યુ છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં એક કેમિયો કર્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકાની હાલની ફિલ્મ ‘કલ્કી’ જે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. અભિનેત્રીની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેન’ છે જે આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. દીપિકાની સાથેઆ ફિલ્મમાં તેનો પતિ રણવીર પણ જોવા મળશે. આ બંને ફિલ્મો દીપિકાએ તેની પ્રેગ્નેંસી દરમિયાન શૂટ કરી હતી.