43 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી સુપર હોટ છે, તસવીરો છે એકદમ લાજવાબ, મદહોંશ કરી દે એવી ફિગર જુઓ તસ્વીરોમાં
હોટ અને સ્ટનિંગ એક્ટ્રેસ શ્વેતા તિવારીને જોઈને એવું નથી લાગતું કે તે બે બાળકોની માતા છે. શ્વેતાની કમસીન કમરિયા અને હસીન અંદાજ જોઈને કોઇ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે. 43 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીની કિલર સ્ટાઈલ જોવા જેવી છે. પોતાની સુંદરતાના જાદુથી ચાહકોને દીવાના બનાવનાર શ્વેતા તિવારીએ આ વખતે કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકોના દિલ પીગળી ગયા છે.
શ્વેતાએ ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે સાડીમાં જોવા મળી રહી છે. સિલ્વર-પીચ શેડના ગ્લિટરથી સજેલ ડીપ નેક બ્લાઉઝમાં કસોટી ઝિંદગી કી એક્ટ્રેસ કોઇ કમસિન હસીનાથી કમ નથી લાગી રહી. તેની એક એક તસવીર પર ચાહકો દિલ હારી બેઠા છે. જણાવી દઇએ કે, શ્વેતા તિવારી 21 વર્ષિય દીકરી પલક અને દીકરા રેયાંશની માતા છે.
પલક શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે જ્યારે રેયાંશ તેના બીજા પતિ અભિનવ કોહલીનો દીકરો છે. આ બંને સાથે અભિનેત્રીના લગ્ન ટકી શક્યા નહોતા. શ્વેતાએ તેના બાળકોને એકલા હાથે ઉછેર્યા છે. પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર શ્વેતા હાલમાં જ ‘આપકા અપના ઝાકિર’ શોમાં જોવા મળી હતી, જ્યાં તેણે ‘ટિપ ટીપ બરસા પાની’ પર ડાન્સ કર્યો હતો.
શ્વેતા તિવારીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેને ‘કસૌટી ઝિંદગી કી’થી ઓળખ મળી હતી, તેણે તેના કરિયરની શરૂઆત દૂરદર્શનથી કરી હતી. અભિનેત્રીએ ‘પરવરિશ’, ‘મૈં હું અપરાજિતા’ જેવા પ્રખ્યાત શોમાં કામ કર્યું છે.