સલમાન ખાનની આ હિરોઇનનો પ્રેમ રહ્યો અધૂરો, 3 વર્ષના અફેર બાદ થયુ બ્રેકઅપ? જાણો સમગ્ર વિગત

ઓહ ગોડ, હાર્દિક-નતાશાના છૂટાછેડાં બાદ દિગજ્જ બોલીવુડ એક્ટ્રેસનું થયું બ્રેકઅપ, દર્દ છલકાઈ ઉઠ્યું, જુઓ

આજનો દિવસ બોલિવૂડ અને ટીવી ફેન્સ માટે એક ખરાબ સમાચાર લઈને આવ્યો.નતાશા અને હાર્દિક બાદ બોલિવૂડની વધુ એક અભિનેત્રીનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ખબર છે. અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાનની… ઝરીન ખાન શિવાશીષ મિશ્રાના બ્રેકઅપને ઘણા મહિનાઓ વીતી ગયા છે.

શિવાશીષ મિશ્રા અને ઝરીન ખાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધુ બરાબર ચાલી રહ્યું નહોતું અને આવી સ્થિતિમાં બંનએ પરસ્પર સમજણ બતાવીને અલગ થવાનો નિર્ણય લીધો. ઝરીન ખાનનું નામ ‘બિગ બોસ 12’ ફેમ શિવાશીષ મિશ્રા સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું હતું પરંતુ અભિનેત્રીએ તેને હંમેશા પોતાનો સારો મિત્ર કહ્યો.

જો કે હવે તેમના એક નજીકના મિત્રએ બ્રેકઅપની પુષ્ટિ કરી છે. શિવાશીષના જન્મદિવસના થોડા દિવસ પહેલા જ બંને અલગ થઈ ગયા. ઝરીન અને શિવાશિષે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. રિપોર્ટ્સ અનુસાર, ઝરીન અને શિવાશિષે 2021માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

જો કે ડેટિંગ દરમિયાન શિવાશીષ મિશ્રા અને ઝરીન ખાનને સમજાયું કે તેમની દુનિયા તદ્દન અલગ છે. શિવાશીષ મિશ્રા અને ઝરીન ખાને હજુ સુધી તેમના બ્રેકઅપ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. એક સમય હતો જ્યારે શિવાશીષ મિશ્રા અને ઝરીન ખાન ઘણીવાર સાથે જોવા મળતા પણ બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી.

Shah Jina