સ્ટેજ 3 કેન્સર સામે લડી રહી છે હિના ખાન, હવે કેવી છે તબિયત ? પોતે જણાવી હાલત- 5મી કીમોથેરેપી પૂરી, 3 બાકી

ટીવી એક્ટ્રેસ અને ‘બિગ બોસ 11’ની ફર્સ્ટ રનર અપ હિના ખાન આ દિવસોમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી છે. અત્યાર સુધી તેણે પોતાના ફેન્સને બીમારી વિશે જણાવવાથી લઈને સારવાર સુધીના તમામ અપડેટ્સ આપ્યા છે. જ્યારે તે સોશિયલ મીડિયાથી દૂર જાય છે, ત્યારે દરેકને ચિંતા થઈ જાય છે. આવી સ્થિતિમાં હવે તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તે પાંચમી કિમોથેરાપીમાંથી પસાર થઈ રહી છે.

તેણે એ પણ જણાવ્યું કે તેની હાલત હવે કેવી છે. હિનાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી કહ્યું- તેણે પાંચમી કીમોથેરાપી પૂરી કરી લીધી છે, પરંતુ લડાઈ હજી પૂરી થઈ નથી, કારણ કે હજુ 3 વધુ બાકી છે અને આવનારા દિવસો વધુ મુશ્કેલ થવાના છે. તેણે વધુમાં કહ્યું, ‘મેં ઝડપી હેલ્થ અપડેટ આપવાનું વિચાર્યું, કારણ કે તમે બધા ખૂબ જ ચિંતિત થઇ જાવ છો કારણ કે હું બધી જગ્યાએથી પૂરી રીતે ગાયબ થઇ જાઉ છું.

હિનાએ કહ્યુ- ‘હું ઠીક છું. મારી પાંચમી કીમોથેરેપી પૂરી થઈ ગઇ છે, હજુ ત્રણ વધુ કીમો બાકી છે. તેની સારવારના ઉતાર-ચઢાવ વિશે ખુલીને ચર્ચા કરતાં તેણે કહ્યું, ‘કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ હોય છે. કેટલાક દિવસો સારા પણ હોય છે. આજે મને સારું લાગે છે. હિનાએ કહ્યું કે તે અચાનક સોશિયલ મીડિયાથી કેમ ગાયબ થઈ ગઈ. અભિનેત્રીએ કહ્યું, ‘ક્યારેક હું ગાયબ થઈ જાઉં છું, પરંતુ તે ઠીક છે. મને સ્વસ્થ થવા અને સારું અનુભવવા માટે સમયની જરૂર છે.

મુશ્કેલીઓ છતાં તે સકારાત્મકતા સાથે આગળ વધી રહી છે. તેણે આગળ કહ્યું, ‘આ એક તબક્કો છે. આ પસાર થશે, અને તે પસાર થવો જ જોઈએ. હું એકદમ ઠીક થઈ જઈશ. મને સર્વશક્તિમાન પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને હું લડી રહી છું, મારે તમને આ બધું કહેવું હતું.’ વિડિયોના અંતમાં, હિના ખાને તેના ચાહકોના સતત સમર્થન માટે આભાર માન્યો. તેણે તેના પ્રશંસકોને પ્રાર્થનામાં સામેલ કરવા કહ્યું કારણ કે કેન્સર સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by (@realhinakhan)

Shah Jina