દીકરીએ પિતાને આપ્યુ દિલને સ્પર્શી જાય એવું ગિફ્ટ, પિતાનું રિએક્શન થયુ એવું વાયરલ કે 40 લાખથી પણ વધુ લોકોએ જોયો વીડિયો
પિતા પોતાના બાળકોનું કરિયર બનાવવામાં અને તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં કોઈ કસર છોડતા નથી. આવી સ્થિતિમાં, જ્યારે બાળકો તેમના માતા-પિતા માટે કંઈક સારું કરે છે અથવા તેમને વિશેષ અનુભવ કરાવે છે, ત્યારે તે તેમના માટે ગૌરવની ક્ષણ બની જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે હ્રદયસ્પર્શી જ નહીં પરંતુ ઈમોશનલ પણ છે.
આ વીડિયો એક કારના શોરૂમનો છે. જ્યારે સેલ્સમેન કારની ચાવી પિતાને આપે છે ત્યારે પુત્રી ખુશીથી ઉછળી પડે છે. તે તાળીઓ પાડતી અને આનંદથી હસતી જોવા મળે છે. દીકરીની આ સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને માતા અને પિતા બંને ખૂબ જ ખુશ થઇ જાય છે. પિતા પોતે કાર ચલાવે છે અને શોરૂમથી ઘરે લઈ જાય છે.
પિતા-પુત્રીનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા સેલેબ્સ સહિત 2.5 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @naughtyworld પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે.
એક યુઝરે લખ્યું- આ અમારી પેઢી છે. બીજા યુઝરે લખ્યું છે – હું બસ આ ક્ષણ જીવવા માંગુ છું. અન્ય એક યુઝરે લખ્યું- નસીબદાર છે એ પરિવાર જેમના ઘરમાં આવી છોકરીઓ છે. અન્ય એકે લખ્યું – આપણા સમાજને આવી છોકરીઓની જરૂર છે.
View this post on Instagram