...
   

દીકરી આરાધ્યાને લઇને સાસરે પહોંચી એશ્વર્યા રાય, વીડિયો જોઇ ચાહકો બોલ્યા- ખુશ નથી લાગી રહી

છૂટાછેડાની અફવાઓ વચ્ચે દીકરી આરાધ્યા સાથે એશ્વર્યા પહોંચી સાસરે, અભિષેકની નવી કારથી ‘જલસા’ ઉતરી એક્ટ્રેસ- જુઓ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છૂટાછેડા લઈ રહ્યા હોવાના અહેવાલો ઘણા સમયથી સામે આવી રહ્યા છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે તેના સાસરે પહોંચી. આ બંને જલસામાં એન્ટ્રી લેતા જોવા મળ્યા. આ દરમિયાન આરાધ્યાએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો. બંને કારમાંથી નીચે ઉતર્યા અને તરત જ ઘરમાં પ્રવેશ્યા. આ બંનેએ પેપરાજીને પોઝ પણ આપ્યો નહોતો.

વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે ઐશ્વર્યા અને આરાધ્યા સ્કૂલથી સીધા જલસા પહોંચ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ ગયો. ઘણા સમયથી ઐશ્વર્યા રાય વિશે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેના અને અભિષેક બચ્ચન વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. બંનેના છૂટાછેડાની અફવાઓ પણ ચાલી રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય જલસામાં તેના સાસરે એટલે કે અમિતાભ બચ્ચનના ઘરે પહોંચી હતી.

આ દરમિયાન તે ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રી ખુલ્લા વાળ અને સનગ્લાસ સાથે સિમ્પલ લુકમાં જોવા મળી હતી. જો કે આ વીડિયો જોયા પછી કેટલાક ફેન્સ એવું કહી રહ્યા છે એશ્વર્યા ખુશ નથી લાગી રહી. જણાવી દઈએ કે ઘણા પ્રસંગોએ ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનથી અલગ જોવા મળી હતી. અનંત અંબાણીના લગ્નમાં તે અને અભિષેક અલગ-અલગ પહોંચ્યા હતા.

જ્યારે ઐશ્વર્યા તેની પુત્રી સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી, તો અભિષેક તેના પરિવાર સાથે ફંક્શનમાં હાજર રહ્યો હતો. આવી સ્થિતિમાં કપલના છૂટાછેડાની અફવાઓએ વધુ વેગ પકડ્યો હતો. પરંતુ હવે બંનેને સાથે જોઈને લાગે છે કે તેમની વચ્ચે બધુ બરાબર છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ વર્ષ 2011માં કપલે પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina