...
   

નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યાને મળવા પહોંચ્યો દીકરો અગસ્ત્ય, ક્રિકેટરની ભાભીએ શેર કરી તસવીર

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાના ડોઢ મહિના બાદ પિયરથી ભારત પરત ફરી નતાશા સ્ટેનકોવિક- મુંબઇ આવતા જ પહેલા પપ્પાના ઘરે પહોંચ્યો દીકરો અગસ્ત્ય

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એ થોડા સમય પહેલા જ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. જાહેરાત પહેલા જ નતાશા તેના 4 વર્ષના પુત્ર અગસ્ત્ય સાથે તેના હોમટાઉન સર્બિયા ચાલી ગઈ હતી. ત્યારે હવે છૂટાછેડાના દોઢ મહિના પછી નતાશા ફરી મુંબઈ પાછી ફરી છે.

આ બધા વચ્ચે કપલનો પુત્ર અગસ્ત્ય તેના માતા-પિતાના છૂટાછેડા બાદ પહેલીવાર મંગળવારે તેના પિતાના ઘરે પહોંચ્યો હતો. હકીકતમાં સોમવારે મુંબઈ પરત ફરેલી નતાશા તેના પુત્રને તેના પૂર્વ પતિના ઘરે મૂકી ગઈ હતી. હાર્દિકની કાકી પંખુરી શર્માએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અગસ્ત્ય સાથેના પુનઃમિલનની ઝલક પણ શેર કરી.

પંખુરી શર્મા દ્વારા શેર કરવામાં આવેલ ઝલકમાં અગસ્ત્ય તેની કાકી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળે છે. વીડિયોમાં અગસ્ત્ય પંખુરીના ખોળામાં જોવા મળે છે. અગસ્ત્ય સિવાય પંખુરીનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાએ મે 2020માં ઇંટીમેટ લગ્ન કર્યા હતા.

આ પછી ફેબ્રુઆરી 2023માં નતાશા અને હાર્દિકે હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ ફરીથી ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા. જો કે, બંનેએ જુલાઇ 2024માં સંયુક્ત નિવેદન જારી કરીને છૂટાછેડાની જાહેરાત કરી. તેઓએ એમ કહ્યું હતુ કે પુત્ર અગસ્ત્યની તેઓ કો-પેરેન્ટિંગ કરશે.

Shah Jina