અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા અલગ થઈ ગયા છે. થોડા સમય પહેલા જ જુલાઇમાં બંનેએ છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ દિવસોમાં નતાશા અને હાર્દિક સતત સમાચારમાં છે. એક તરફ જ્યાં નતાશા છૂટાછેડા બાદ પુત્ર અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે,
બીજી તરફ બ્રિટિશ સિંગર જૈસ્મિન વાલિયા સાથે હાર્દિકની ડેટિંગની ખબરો આવી રહી છે. જો કે આ અહેવાલો પર જૈસ્મિન અને હાર્દિક તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ દરમિયાન નતાશાએ હવે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
ત્યારે હાલમાં જ નતાશાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી, જેને લોકો હાર્દિક સાથે જોડી રહ્યા છે. નતાશાની આ પોસ્ટમાં લખ્યું હતુ, ‘તમારી પીઠ પાછળની વફાદારી ખરેખર ઉચ્ચ સ્તરની છે.’ નતાશાની આ પોસ્ટની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આ પહેલા પણ નતાશાની ઘણી પોસ્ટ ચર્ચામાં રહી છે.
જણાવી દઇએ કે, તાજેતરમાં સર્બિયાથી મુંબઈ પરત આવ્યા બાદ નતાશા તેના બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિકને મળી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં નતાશા કાર ચલાવતી જોવા મળી હતી. એકબીજાને મળ્યા બાદ બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.