રીલ્સ બનાવવી ઘણી વખત જીવલેણ સાબિત થાય છે, ઘણા લોકોના રીલના ચક્કરમાં મોત પણ થયા છે. ક્યારેક કોઈ નદીમાં પડી ગયું તો ક્યારેક ટ્રેનની અડફેટે આવી ગયું. ત્યારે હાલમાં એક છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે રીલના ચક્કરમાં માંડ-માંડ બચી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં છોકરી રીલ બનાવતા બનાવતા પાણીમાં વહી જતી જોવા મળે છે.
ભગવાનની પૂજા કરવાના નાટકમાં તેનો જીવ જોખમમાં આવી ગયો હતો. આ વીડિયો હરિદ્વારનો હોવાનું કહેવાય છે. ગંગા ઘાટ પર એક છોકરી રીલ બનાવી રહી હતી, પહેલા તો તે શિવલિંગની સામે હાથ જોડીને બેઠી અને પછી નદીમાં સલામતી માટે લગાવવામાં આવેલી રેલિંગ પર ચઢીને ચાલવાનો પ્રયાસ કરતા સમયે પોતાનું સંતુલન ગુમાવી દેતા તે પાણીમાં પડી ગઇ. આ પછી તે પાણીમાં વહેવા લાગી, જો કે ત્યાં સુધીમાં કેટલાક લોકો તેને બચાવવા માટે દોડી ગયા હતા.
પણ સદ્નસીબે તે પ્રવાહ સાથે કિનારે આવી ગઇ અને તેનો જીવ બચી ગયો. જો પ્રવાહ ઝડપી હોત તો છોકરી ફસાઈ ગઈ હોત અને કદાચ તેને જીવ પણ ગુમાવવો પડ્યો હોત. આ વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે તો કહ્યુ- ભગવાને બચાવી લીધી.
रील की शौक़ीन इस लड़की को थोड़ी सजा देकर बहुत साफ भगवान महादेव ने बचा लिया। नहीं तो ये तो …..
वीडियो हरिद्वार के विष्णु घाट का। भगवान महादेव को भी इनका रील बनाना पसंद नहीं आया। pic.twitter.com/O3kATu4mhP
— Shubham Shukla (@ShubhamShuklaMP) September 11, 2024