Ooh La La ગીત પર ફિરંગીઓએ મચાવી એવી ધમાલ કે લોકો બોલ્યા- વિદ્યા બાલન પણ થઇ ગઇ ફેલ

વિદ્યા બાલનના Ooh La La ગીત પર ફિરંગીઓએ કર્યો બવાલ ડાંસ, વીડિયો જોઇ નહિ થાય આંખો પર વિશ્વાસ

આપણા દેશમાં લોકો હિન્દી ગીતો પર ખૂબ રીલ બનાવે છે અને ફંક્શનમાં પણ પરફોર્મ કરે છે. જો કે વિદેશમાં પણ બોલિવૂડનો પ્રભાવ ઓછો નથી. ઘણી વખત હોલિવૂડ સ્ટાર્સે પણ બોલિવૂડ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. હાલમાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તેઓ વિદ્યા બાલનની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ના હિટ ગીત ‘ઉહ લા લા..ઉહ લા લા’ પર પરફોર્મ કરી રહ્યાં છે. આ વીડિયો ખરેખર ખૂબ જ ફની છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ભારતીય આઉટફિટમાં ચાર-પાંચ છોકરાઓ અને એક છોકરી આ ગીત પર પરફોર્મ કરી રહ્યાં છે. દરેક વ્યક્તિ સાથે મળીને ફંક્શનમાં ખૂબ જ મનોરંજક પ્રદર્શન આપે છે.

યુવતી સલવાર સૂટમાં શાનદાર એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો X હેન્ડલ @moronhumor પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કર્યાના કલાકોમાં જ 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Shah Jina