દિલ્હીમાં જોવાલાયક અનેક ઐતિહાસિક સ્થળો છે. અન્ય દેશોના લોકો પણ દિલ્હીની મુલાકાતે આવે છે. સિંગાપુરની એક ટ્રાવેલ બ્લોગર પણ તેના મિત્ર સાથે દિલ્હીના પ્રવાસે આવી હતી. પરંતુ અહીં તેને એટલો ભયાનક અનુભવ થયો કે તેણે એક વીડિયો ઇન્ટરનેટ પર શેર કર્યો. આ વીડિયો જોઈને તમે પણ પરેશાન થઈ જશો. તેણે ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો તેમાં કહ્યું કે દિલ્હીમાં શું ન કરવું જોઈએ.
આ માટે તેણે ત્રણ મુખ્ય બાબતો જણાવી, સૌથી પહેલા તેણે પોતાના બ્લોગમાં લખ્યું કે ક્યારેય પણ અડધી રાત્રે ટેક્સી ન લેવી જોઈએ. તેણે શેર કર્યું કે કેવી રીતે તે રાત્રે દિલ્હી પહોંચી અને પ્રી-પેઇડ ટેક્સી ભાડે કરી. પરંતુ ડ્રાઈવરે ટ્રીપના અંતે 200 રૂપિયાની ટીપ માંગી હતી. આટલું જ નહીં, ડ્રાઈવર બંનેને ખોટા લોકેશન પર લઈ ગયો અને છોડી ગયો.
બીજું તેણે લખ્યું કે કોઈ પણ ઓટો રિક્ષા ચાલકને નંબર ન આપવો જોઈએ. તેણે જણાવ્યું કે કેવી રીતે જામા મસ્જિદની મુલાકાત દરમિયાન તે એક રિક્ષા ચાલકને મળી. સિલે લખ્યું- ‘અમે તેની સાથે થોડો સમય વિતાવ્યો અને અમે વિચાર્યું કે અમે તેને 1000 રૂપિયા આપીશું જે ઉબેર કરતાં બમણું છે. પરંતુ તેણે 6 હજાર રૂપિયાની માંગણી કરી. અમે સમજી ગયા કે અમારે પૈસા વિશે પહેલા વાત કરી લેવી જોઈતી હતી.’
ત્રીજી વાત તેણે લખી – માત્ર ક્રેડિટ કાર્ડ સાથે ન રાખો, રોકડ પણ રાખો. તેનું કહેવું છે કે દિલ્હીમાં સ્ટ્રીટ શોપિંગ માટે રોકડ શ્રેષ્ઠ છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર travelswithsyl પર Chan Sylvia શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લાઈક્સ મળી છે.
View this post on Instagram