ડોક્ટર સાહેબે આ કેવી દવા લખી દીધી ? પ્રિસ્ક્રિપ્શનમાં ખેંચી આડીઅવડી લાઇનો- વાયરલ થઇ તસવીર
ઈન્ટરનેટ પર ડોક્ટરના હૈંડરિટન પ્રિસ્ક્રિપ્શનની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીર જોઈને લોકો હેરાન રહી ગયા છે. મધ્યપ્રદેશના એક ડૉક્ટર દ્વારા લખાયેલું પ્રિસ્ક્રિપ્શન થોડું વિચિત્ર છે. એવું એટલા માટે કારણ કે તેના પર લખાણ તો નથી દેખાઇ રહ્યુ પણ ખાલી આડી અવડી લાઇનો જ દેખાય છે.
એટલું જ નહીં, ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર (CMHO) દ્વારા ડૉક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે, જેમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ પ્રિસ્ક્રિપ્શન એમપીના સતનામાં રોગી કલ્યાણ સમિતિમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર દ્વારા લખવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર 46 વર્ષીય અરવિંદ કુમાર સેન શરીરમાં દુખાવો અને તાવની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ગયા હતા. ઓપીડીમાં તેઓ ડૉ.અમિત સોનીને મળ્યા, જેમણે તેમને દવાઓ આપી.
દર્દી આ પ્રિસ્ક્રિપ્શનને લઇ ઘણી ફાર્મસીઓમાં ગયા પણ કોઈ પણ દવાઓના નામ વાંચી શક્યું નહીં. આ પ્રિસ્ક્રિપ્શન જોઈને લાગે છે કે કદાચ કોઈએ મજાક કરી છે. કોઈ સમજી શક્યું નથી કે ડૉક્ટરે આવું કેમ લખ્યું ? વાયરલ થઈ રહેલી તસવીરમાં, ફક્ત બે શબ્દો “W અને 225” વાંચી શકાય છે અને સમગ્ર પ્રિસ્ક્રિપ્શન પર માત્ર આડીઅવળી લાઈનો જ દેખાય છે.
MP Gajab News : सतना के डॉक्टर साब ने ऐसा लिखा पर्चा कि ‘खुद लिखे खुदा बांचे’ वाली कहावत हो गई, देखें वायरल हो रहा Prescription#Satna #Doctor #Viral #Prescription @healthminmp #MPNews #PeoplesUpdate pic.twitter.com/VCoYRoFpRJ
— Peoples Samachar (@psamachar1) September 6, 2024