મુંબઇ આવતા જ સલમાન ખાન પહોંચ્યો મલાઇકા અરોરાની ઘરે, ભારે સિક્યોરિટી વચ્ચે ચહેરા પર માયૂસી સાથે 7 વર્ષ બાદ ભાઇની એક્સ વાઇફને મળ્યો…

મુંબઇ આવતા જ સલમાન ખાન એક્સ ભાભી મલાઇકા અરોરાને હિંમત આપવા પહોંચ્યો, ચહેરા પર જોવા મળી માયૂસી- 7 વર્ષ બાદ…જુઓ વીડિયો

ગુરૂવારે રાત્રે સલમાન ખાનને મલાઈકા અરોરાના માતા-પિતાના ઘરે સ્પોટ કરવામાં આવ્યો હતો. તે મલાઇકાના પિતા અનિલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે તેના માતા-પિતાના ઘરે જતો જોવા મળ્યો હતો. મલાઈકા અને તેનો પરિવાર બુધવારથી આ નુકશાન પર શોક વ્યક્ત કરી રહ્યો છે, ઘણા નજીકના મિત્રો અને બોલિવૂડ સેલિબ્રિટીઓ તેમને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે પહોંચ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન 7 વર્ષ બાદ મલાઈકાના ઘરે પહોંચ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં સલમાન ખાનને ડિસ્ટ્રેસ્ડ જીન્સ અને બ્લેક શૂઝસાથે શર્ટમાં જોઇ શકાય છે. તે પોતાના સુરક્ષાકર્મીઓ સાથે ચાલતી વખતે એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે. સલમાન શાંતિથી ભીડથી દૂર ચાલ્યો ગયો.

જણાવી દઇએ કે, વર્ષ 2017માં તેના નાના ભાઈ અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ સલમાન મલાઈકા સાથે પહેલીવાર ફરી જોડાયો છે. સલમાન ખાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગને કારણે મુંબઈની બહાર હતો. આ કારણોસર તે મલાઈકા અરોરાના ઘરે તેને સાંત્વના આપવા જઈ શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ 11 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમના બાંદ્રાના ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.

આ પછી 12 સપ્ટેમ્બરે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન અરોરા પરિવાર સાથે અનેક હસ્તીઓ હાજર રહી હતી. જેમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન, એક્સ પતિ અરબાઝ ખાન, શૂરા ખાન અને અર્જુન કપૂર સહિત અનેકનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina