ખુશખબરી : તારક મહેતાનો ટપુ ટીવી પર કરી રહ્યો છે કમબેક- આ શોનો હિસ્સો બની મચાવશે ધમાલ

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાના ટપ્પુની તોફાન લોકોને આજે પણ યાદ છે. 9 વર્ષ સુધી ભવ્ય ગાંધીએ ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવીને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું પણ જ્યારે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા તેના નિર્ણયથી નારાજ થઇ ગયા હતા. સોની સબ ટીવીનો આ ફેમસ શો છોડ્યા બાદ ભવ્ય એ નાના પડદાથી દૂરી બનાવી લીધી હતી. હવે 7 વર્ષ બાદ ફરી એકવાર તે સોની સબ ટીવીના શોમાં એન્ટ્રી કરી રહ્યો છે.

પરંતુ આ વખતે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નહીં પણ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં જોવા મળશે. ખાસ વાત તો એ છે કે તે પુષ્પા ઈમ્પોસિબલમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. ભવ્ય ગાંધીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર સકારાત્મક પાત્રો જ ભજવ્યા છે. પરંતુ આ વખતે તે નકારાત્મક ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

આ એક ગ્રે શેડ વાળુ પાત્ર હશે, જે પૂરી રીતે સાયકો હશે. હવે આ સાયકો પુષ્પા અને તેના પરિવારને કેવી રીતે બરબાદ કરવાનો પ્રયાસ કરશે અને પુષ્પા તેના પરિવાર પર આ મુશ્કેલીનો કેવી રીતે સામનો કરશે, તે જોવાનું રસપ્રદ રહેશે. જણાવી દઇએ કે, વર્ષ 2017માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહ્યા બાદ ભવ્ય ગાંધી ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો હતો.

ભવ્ય એ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજે’થી કરી હતી. આ ફિલ્મ પછી, તેણે બાપ ધમાલ દિકરો કમાલ, બહુ ના વિચાર, તારી સાથે, કહેવતલાલ પરિવાર જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું.

Shah Jina