રીલ બનાવવાનો આવો ક્રેઝ ! હરિદ્વારમાં ઘાટ કિનારે શિવલિંગ પાસે રીલ બનાવી રહેલી યુવતિનો પગ લપસ્યો…જુઓ વીડિયો

ઇન્સ્ટાગ્રામ પર રીલનો અડ્ડો બની ચૂક્યો છે, જ્યાં રોજના લાખો લોકો દરરોજ રીલ્સ બનાવી પોસ્ટ કરે છે. જો કે કેટલીકવાર રીલના ચક્કરમાં યુઝર્સ એવા કામો કરી નાખે છે કે તેમનો જીવ પણ જોખમમાં મુકાઇ જાય છે. વાસ્તવમાં હરિદ્વારના વિષ્ણુ ઘાટ પર એક છોકરી રીલનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને નદીમાં પડી.

જો કે તેનો જીવ બચી ગયો. પરંતુ આ ઘટના દર્શાવે છે કે રીલના ચક્કરમાં પોતાનો અમૂલ્ય જીવ જોખમમાં મૂકવો એ બેવકૂફીથી ઓછુ નથી. જણાવી દઇએ કે વાયરલ થઇ રહેલી ક્લિપમાં જોઈ શકાય છે કે યુવતી હરિદ્વારના વિષ્ણુ ઘાટ પર હાજર શિવલિંગની નજીક જઈને પોતાનું કપાળ લગાવે છે. તે થોડી ક્ષણો માટે બેસે છે. આ પછી, તે ઊભી થાય છે અને ભક્તોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી લોખંડની રેલિંગ પર ચઢી જાય છે.

આ પછી તે પોતાનું સંતુલન ગુમાવે છે અને સીધી નદીમાં પડી જાય છે. જો કે તેનું નસીબ સારું હોય છે કે તે પોતાની જાતને કિનારે લાવવામાં સફળ થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સેંકડો વ્યૂઝ મળી ચૂક્યા છે અને યુઝર્સ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Shah Jina