મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના આજે 12 સપ્ટેમ્બરે મુંબઈના સાંતાક્રુઝ હિન્દુ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અભિનેત્રીના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. અનિલ મહેતાએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
ત્યારે 11 સપ્ટેમ્બરે નિધન બાદ આજે એટલે કે 12 સપ્ટેમ્બરે મલાઇકાના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેના માટે મલાઈકા અરોરાના ખાસ મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. મલાઇકાનો એક્સ પતિ અરબાઝ ખાન પણ તેની પત્ની શૂરા ખાન સાથે અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો હતો. અનિલ મહેતાની પત્ની પણ મલાઇકા અને તેના દીકરા અરહાન ખાન સાથે અંતિમ સંસ્કાર માટે જતા જોવા મળી હતી.
View this post on Instagram
આ ઉપરાંત અમૃતા અરોરા પણ પરિવાર સાથે અંતિમ સંસ્કારમાં પહોંચતી જોવા મળી હતી. મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન તેમજ તેની પત્ની શૂરા ખાન સિવાય ફરાહ ખાન, સાજિદ ખાન અને અર્જુન કપૂર પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યો હતો. એટલું જ નહીં, કરીના કપૂર ખાન, સૈફ અને કરીશ્મા કપૂર પણ અંતિમ સંસ્કાર માટે પહોંચતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
ગુરુવારે સવારથી જ મલાઈકાના ઘણા મિત્રો તેના પિતાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. અરબાઝ ખાન પણ તેની પત્ની શૂરા સાથે પહોંચ્યો હતો. જ્યારે તે દરમિયાનના વીડિયો સામે આવ્યા ત્યારે લોકો સલીમ ખાનના સંસ્કારોની પ્રશંસા કરવા લાગ્યા. જણાવી દઈએ કે મલાઈકા અરબાઝની પૂર્વ પત્ની છે. તેણે શૂરા સાથે બીજી વાર લગ્ન કર્યા છે. જોકે તેમ છત્તા પણ દુખની આ ઘડીમાં મલાઇકા સાથે ખાન પરિવાર ઊભો છે.
View this post on Instagram
અરબાઝ 11 સપ્ટેમ્બરના રોજ મલાઇકાના પિતાના મૃત્યુના સમાચાર સાંભળી પહેલા અભિનેત્રીના ઘરે પહોંચ્યો હતો. કરિશ્મા કપૂર તેમજ સોફી ચૌધરી, શિબાની દાંડેકર, અદિતિ ગોવિત્રીકર, ફરાહ ખાન, ચંકી પાંડે, અનન્યા પાંડે, ગૌહર ખાન સહિત ઘણા સ્ટાર્સ મલાઈકા અરોરાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
View this post on Instagram