‘પંડ્યા સ્ટોર’ ફેમ સિમરન બુધરૂપને લગતા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી તેની માતા સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચી હતી. ત્યાં તેની સાથે કંઈક એવું થયું, જેના પછી તે લાઇમલાઇટમાં આવી ગઇ. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર આનો એક વીડિયો પણ શેર કર્યો અને જણાવ્યું કે મંદિરમાં જવાનો તેનો અનુભવ ખૂબ જ ખરાબ હતો.
વાસ્તવમાં, સિમરને શેર કરેલા વીડિયોમાં તેણે લાલબાગચા રાજા પંડાલના બાઉન્સર્સ પર તેને અને તેની માતાને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. સિમરને વીડિયો શેર કરતા લખ્યું, આજે હું મારી માતા સાથે લાલબાગચા રાજાના આશીર્વાદ લેવા ગઈ હતી, પરંતુ સ્ટાફના અસ્વીકાર્ય વર્તનને કારણે અમારો અનુભવ ખરાબ થઇ ગયો.
સંગઠનના એક વ્યક્તિએ મારી માતાનો ફોન ત્યારે છીનવી લીધો જ્યારે તે તસવીર ક્લિક કરી રહી હતી અને જ્યારે મેં તેને પાછો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ધક્કો માર્યો. મેં દરમિયાનગીરી કરી અને બાઉન્સરોએ મારી સાથે પણ ખરાબ વર્તન કર્યું, જ્યારે મેં તેમનું વર્તન રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ મારો ફોન પણ છીનવી લીધો. જ્યારે તેને ખબર પડી કે હું એક અભિનેત્રી છું ત્યારે તે પાછળ હટ્યા.
પોતાની આપવીતી વિશે તેણે આગળ લખ્યુ- આ ઘટના જાગૃતિ અને જવાબદારીની જરૂરિયાત દર્શાવે છે. લોકો સકારાત્મકતા અને આશીર્વાદની શોધમાં સારા ઇરાદા સાથે આવા સ્થળોની મુલાકાત લે છે. તેના બદલે, અમે આક્રમકતા અને અનાદરનો સામનો કર્યો. હું સમજું છું કે ભીડને નિયંત્રિત કરવી પડકારજનક છે, પરંતુ ભક્તોને કોઈ ગેરવર્તણૂક અથવા નુકસાન પહોંચાડ્યા વિના વ્યવસ્થા જાળવવી એ સ્ટાફની જવાબદારી છે,
સિમરને આગળ લખ્યું કે હું આ મુદ્દા પર ધ્યાન દોરવા માટે આ શેર કરી રહી છું અને મને આશા છે કે આ ત્યાં આવનારા ભક્તો સાથે સમ્માન અને ગરિમા સાથે વ્યવહાર કરવા માટે એક ચેતવણીના રૂપમાં પણ કામ કરશે. આવો આપણે બધા મળીને એક સુરક્ષિત, વધારે સકારાત્મક વાતાવરણ બનાવવા માટે મળીને કામ કરીએ.
View this post on Instagram