સલમાન ખાનને મમ્મી મલાઇકાનો દુશ્મન માની બેઠો હતો દીકરો અરહાન, બધાની સામે કરી દીધી હતી ભાઇજાનની પિટાઇ; જાણો સમગ્ર મામલો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલ ઘણા દુઃખમાંથી પસાર થઈ રહી છે. વાસ્તવમાં મલાઈકાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ મલાઈકા અરોરાનો પરિવાર આઘાતમાં છે. જો કે દુખની આ ઘડીમાં અભિનેત્રીનો પૂર્વ પતિ અરબાઝ ખાન અને આખો ખાન પરિવાર મલાઈકા સાથે ઉભો છે. ત્યારે આ દરમિયાન સલમાન ખાનનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,

જેમાં દબંગ ખાને જણાવ્યું હતું કે કેવી રીતે ભત્રીજો અરહાન તેને મલાઈકાનો દુશ્મન માની બેઠો હતો. સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ વર્ષ 2010માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં મલાઈકા અરોરાનું ખાસ ગીત ‘મુન્ની બદનામ હુઈ’ ઘણું ફેમસ થયું હતું. આ ફિલ્મમાં અરબાઝ ખાને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સલમાને અરબાઝ ખાનને ખૂબ પિટાઇ કરી હતી.

ફિલ્મનો આ સીન દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને આ સીન પર થિયેટરમાં ઘણી સીટીઓ પણ વાગી હતી. જો કે ફિલ્મમાં આ સીન જોયા બાદ મલાઈકાનો દીકરો ઘણો ગુસ્સે થઈ ગયો હતો. વાસ્તવમાં અરહાન સલમાન ખાનને પોતાનો દુશ્મન માનતો હતો. આ વાતનો ખુલાસો ખુદ સલમાન ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. સલમાને કહ્યું કે, અરહાને અરબાઝને માર મારતો સીન જોયો કે તરત જ તે રડતો આવ્યો અને મને મારવા લાગ્યો.

સલમાન ખાને કહ્યું હતું કે, ફિલ્મની ટ્રાયલ પૂરી થતાં જ અરહાન રડતો રડતો મારી પાસે આવ્યો અને મને મારવા લાગ્યો. અરહાને રડતાં રડતાં પૂછ્યું કે તમે મારા પિતાને કેમ માર્યા ? મારા પિતાને કેમ માર્યા? તેણે મને ખૂબ જોરથી માર્યો. તે પછી મેં તેને ગળે લગાવી અરબાઝને બોલાવ્યો. અરબાઝે પણ અરહાનને ગળે લગાવ્યો અને ત્યારે જઇને તે શાંત થયો.

Shah Jina