સલમાન ખાને પહેરી 700થી વધુ હીરા જડિત ઘડિયાળ, કિંમત જાણી થઇ જશો બેહોંશ
સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બનેલો છે. આ વીડિયોમાં સલમાન હીરા જડિત ઘડિયાળ ટ્રાય કરતો જોવા મળે છે, જેની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 167 કરોડ રૂપિયા છે. સલમાનની આ ક્લિપ લક્ઝરી ઘડિયાળ અને જ્વેલરી બ્રાન્ડના સ્થાપક જેકબ અરબોએ સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે સલમાનના કાંડા પર આ શાનદાર ઘડિયાળ પહેરાવતા જોવા મળે છે.
આ વીડિયોમાં આ કિંમતી હીરાની ઘડિયાળ પહેર્યા પછી સલમાન તેના કાંડાને બતાવતો જોવા મળે છે જે ખૂબ જ ચમકી રહી હતી. જેકબની આ પોસ્ટના કેપ્શનમાં તેણે સલમાનના વખાણ કર્યા છે. તેણે પોસ્ટ કરી અને સલમાનની પ્રશંસા પણ કરી. સલમાન ખાન હાલમાં જ અમેરિકન લક્ઝરી ઘડિયાળ અને જ્વેલરી બ્રાન્ડ જેકબ એન્ડ કંપનીના માલિક જેકબ અરાબોને મળ્યો હતો.
આ દરમિયાન જેકબે સલમાનને પોતાની લક્ઝરી વોચ પહેરાવી જેનું નામ બિલેનિયર III છે. ખાસ વાત એ છે કે આ ઘડિયાળની કિંમત 167 કરોડ રૂપિયા છે અને તેમાં 714 સફેદ હીરા જડેલા છે. જેકબે કહ્યું- સલમાન બધાથી અલગ છે અને તેણે ઈન્સ્ટા પર વીડિયો શેર કરતા લખ્યું, ‘મેં ક્યારેય કોઈને બિલિયોનેર પહેરવા આપી નથી પણ સલમાન બધાથી અલગ છે. ક્લિપમાં જેકબ સલમાનને પોતાના હાથે ઘડિયાળ પહેરાવતો જોવા મળે છે.
View this post on Instagram