દીકરાને મળવાની ખુશી જુઓ સાહેબ: નતાશા ભાભી સાથે અલગ થયા પછી હાર્દિક પંડ્યા પહેલીવાર દીકરા અગસ્ત્યને મળ્યો, જુઓ વીડિયો
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં આરામ ફરમાવી રહ્યો છે. આ વિરામનો લાભ લઈને પંડ્યા તેના પુત્ર અગસ્ત્યને મળવા પહોંચ્યો હતો. નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા બાદ પંડ્યાની તેના પુત્ર સાથેની આ પ્રથમ મુલાકાત હતી. પુત્રને જોઈને હાર્દિક અત્યંત આનંદિત દેખાતો હતો. તેના પુત્ર સાથેની આ મુલાકાતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નતાશા અને હાર્દિકે કોવિડ-19 મહામારી દરમિયાન તેમના સંબંધોની જાહેરાત કરી હતી અને ત્યારબાદ તેમણે બે વખત લગ્ન કર્યા હતા – એક વાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ અને બીજી વાર ખ્રિસ્તી પરંપરા અનુસાર. પરંતુ કેટલાક સમય બાદ તેમની વચ્ચે મતભેદો સર્જાયા અને પરસ્પર સંમતિથી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
છૂટાછેડા પછી પંડ્યા તેના પુત્રથી દૂર રહ્યો હતો. પરંતુ તાજેતરમાં જ તે તેના પુત્રને મળ્યો હતો અને તેને ખોળામાં લઈને પ્રેમથી ઝુલાવતો જોવા મળ્યો હતો. હાર્દિક અને અગસ્ત્યનો આ ભાવુક મિલન વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંડ્યાની અપાર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં તે અગસ્ત્ય સાથે બીજા એક નાના બાળકને પણ તેના હાથમાં લઈને જતો દેખાય છે, જે કદાચ તેના મોટા ભાઈ કૃણાલનું બાળક હોઈ શકે છે. ત્યારબાદ પંડ્યા તેના પુત્ર સાથે કારમાં બેસીને આનંદથી મસ્તી કરતો જોવા મળે છે. બંને જોરજોરથી હસતા નજરે પડે છે. આ વીડિયો એક પિતાની મહિનાઓ પછી તેના વિખૂટા પડેલા પુત્રને મળવાની ક્ષણોને કેદ કરે છે. પુત્રને મળવાનો આનંદ પંડ્યાના ચહેરા પર સ્પષ્ટપણે ઝળકી રહ્યો છે.
IPL-2024 દરમિયાન જ નતાશા અને પંડ્યાના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન નતાશા મેચ દરમિયાન સ્ટેડિયમમાં દેખાતી ન હતી. પંડ્યા આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પરત ફર્યો હતો અને તેને રોહિત શર્માની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પંડ્યાએ T20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
Reunited 🥹🫶🤍 pic.twitter.com/szZ2PpBCcl
— Hardiklipsa (@93Lipsa) September 21, 2024