ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે સોમવાર 7 ઓક્ટોબર 2024ના રોજ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો, જેમાં કહ્યું કે તે અને તેની પત્ની મેહા માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અક્ષરે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદય સ્પર્શી વીડિયો શેર કર્યો છે. ભારતીય ઓલરાઉન્ડર તાજેતરમાં બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ તેણે એક પણ મેચમાં ભાગ લીધો ન હતો. અક્ષરે જાન્યુઆરી 2023માં મેહા સાથે લગ્ન કર્યા હતા.
ભારતીય ઓલરાઉન્ડરે સોમવારે રાત્રે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડિયો શેર કર્યો હતો. તેમાં મેહાના બેબી શાવરની કેટલીક હૃદયસ્પર્શી ક્ષણો દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અક્ષર અને મેહાના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અક્ષરે વીડિયોના કેપ્શનમાં લખ્યુ, એક મહાન આનંદ આવી રહ્યો છે (A great joy is coming). ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓપનર મયંક અગ્રવાલની પત્ની અસિતા સૂદે પણ અક્ષર પટેલના વીડિયો પર ટિપ્પણી કરી છે.
અક્ષરની પોસ્ટને જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ઈશાંત શર્મા, મયંક અગ્રવાલ, ઉમેશ યાદવ, જતીન સપ્રુ, કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા, રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ દ્વારા પણ લાઈક કરવામાં આવી છે. સૂર્યકુમારની પત્ની દેવીશા શેટ્ટી અને આસિતા સૂદે તાજેતરમાં જ નેટફ્લિક્સ પર કપિલ શર્માના શોમાં મજાકમાં સંકેત આપ્યો હતો કે તેના અને તેની પત્ની માટે ‘ગુડ ન્યૂઝ’ આવવાની છે.
અક્ષર પટેલે કપિલના શોમાં કહ્યું હતું, ‘હા, આવું થઈ શકે છે! મેં અગાઉ પણ કહ્યું હતું કે મારી પ્રિય હિરોઈન દીપિકા પાદુકોણ છે. કારણ કે તેની સાથે કંઈક સારું થયું છે, તો કદાચ મારી પાસે પણ કોઈ સારા સમાચાર હશે.’ અક્ષરે 2024માં ઘણી સફળતા હાંસિલ કરી છે, જેમાં તેનું સૌથી મોટુ યોગદાન યુએસએ અને કૈરિબિયનમાં ટી20 વિશ્વ કપમાં રહ્યુ. અક્ષર પટેલે બેટ અને બોલ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની જીતમાં તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તે મેચમાં તેણે 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેનું સૌથી મોટું યોગદાન ફાઇનલમાં હતું, જ્યારે તેને 34 રનમાં 3 વિકેટ સાથે સંઘર્ષ કરતા બેટિંગ ઓર્ડરમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે 31 બોલમાં 47 રન બનાવ્યા અને વિરાટ કોહલી સાથે મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી જે 17 વર્ષ પછી ટી20 વર્લ્ડ કપ જીતવામાં ભારત માટે નિર્ણાયક સાબિત થઈ.
View this post on Instagram