‘રોોહિત ભાઇ RCBમાં આવી જાઓ…’ બેંગલુરુ ટેસ્ટ વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટનને મળી IPLની ઓફર
IPL 2025 રીટેંશન લિસ્ટ ટૂંક સમયમાં રીલિઝ થશે. આ વખતે મેગા હરાજી યોજાવાની હોવાથી ફ્રેન્ચાઇઝીઓ કયા ખેલાડીઓને જાળવી રાખશે તે અંગે લોકોને ઉત્સુકતા છે. ઘણા ટોચના ખેલાડીઓની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. સૌથી વધુ સસ્પેન્સ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં રહેશે.
દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે શું ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેશે ? ત્યારે રોહિત શર્માને બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન RCB સાથે જોડાવાની ઓફર મળી હતી. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા મેદાનથી ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહ્યો હતો.
તે દરમિયાન એક ફેન રોહિત શર્માને પૂછતો જોવા મળે છે, ‘ભાઈ, IPLમાં કઈ ટીમ ? રોહિત શર્માએ જવાબ આપ્યો, ‘મને કહો કે તમને કઇ જોઈએ છે.’ ફેને ફરીથી જવાબ આપ્યો, ‘ભાઈ આરસીબીમાં આવો યાર.’ જો કે આ પછી રોહિત શર્મા પેવેલિયન તરફ જતો રહ્યો.
Izzat se bol pic.twitter.com/KHbWvkZYbS
— poetvanity (@PoetVanity__) October 19, 2024