ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બંગાળના 28 વર્ષીય ક્રિકેટર આફિફ હુસૈનનું અકાળે અવસાન થયું છે. આફિફનું સોમવારે અવસાન થયું હતું, આફિફના મોતની દુખદ ઘટનાથી ક્રિકેટ જગત આઘાતમાં છે. માહિતી અનુસાાર, અકસ્માત પહેલા અફીફ હુસૈનની હાલત સારી હતી. તે પોતાના ઘરની સીડી પરથી નીચે પડી ગયો અને ગંભીર ઈજાઓને પગલે તેને તરત જ શહેરની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આટલી નાની ઉંમરમાં તે પોતાનો જીવ ગુમાવશે તે માનવા કોઈ તૈયાર નથી. અફીફ હુસૈન બંગાળના સમર્પિત ખેલાડીઓમાંથી એક છે. તેણે વિવિધ વય જૂથોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે સિનિયર બંગાળ ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જણાવી દઇએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગ્રીન પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન મનાવી રહેલા ક્રિકેટ ચાહકોને અચાનક ત્યારે આઘાત લાગ્યો જ્યારે 28 વર્ષીય બંગાળના ક્રિકેટર આસિફ હુસૈનના મૃત્યુના સમાચાર મળ્યા.
કાનપુરના ગ્રીન પાર્કમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી શાનદાર જીત મેળવી હતી. આ મેચ એક સમયે ડ્રો માનવામાં આવતી હતી પરંતુ ટીમ ઈન્ડિયાએ વિભાગમાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશને હરાવીને શ્રેણીમાં સ્વિપ કર્યું. જો કે, આ ઉજવણી લાંબો સમય ટકી નહિ, અને ક્રિકેટ જગત આઘાતમાં આવ્યુ. બંગાળના યુવા ક્રિકેટર આસિફ હુસૈનનું 28 વર્ષની વયે નિધન થતા બંગાળ ક્રિકેટ સમુદાય, પરિવાર અને મિત્રોમાં શોક છે.
હુસૈનનું તેના ઘરની સીડી નીચે પડી જવાથી ઇજાઓ થવાથી મૃત્યુ થયું. તેના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે અકસ્માત પહેલા ક્રિકેટરની તબિયત બિલકુલ ઠીક હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, ડોક્ટરોએ હુસેનને મૃત જાહેર કર્યો હતો.