ટીવીની આ મોટી હસ્તી મનાવી રહી હતી બર્થ ડે, સેલ્ફી લેતા સમયે મોલમાં પડી પિલર ટાઇલ, તૂટી પાંસળીઓ; જુઓ તસવીરો

લોકપ્રિય ચાઈલ્ડ ટીવી એક્ટ્રેસ માયશા દીક્ષિત ચંદીગઢના એલાંતે મોલમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 13 વર્ષની માયશા તેના બર્થ ડેની ઉજવણી કરવા તેની માસી સાથે મોલમાં ગઈ હતી. પિલર ટાઈલ્સ પડી જવાથી બંનેને ઈજા પહોંચી છે. આ ઘટના 30 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે બની હતી, જ્યારે તે એલાંતે મોલમાં ગઈ હતી.

રીપોર્ટ અનુસાર, જે જગ્યાએ આ દુર્ઘટના થઈ ત્યાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે માયશાની તબિયત અત્યારે સારી નથી. તે 1 ઓક્ટોબરથી નવા પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવાની હતી. માયશા દીક્ષિતે ‘સિલસિલા બદલતે રિશ્તો કા’, ‘જગ જનની મા વૈષ્ણો દેવી-કહાની માતારાની કી’ અને ‘નિક્કી ઔર બબલ’ સહિત અનેક હિટ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

‘જગ જનની માતા વૈષ્ણો દેવી’માં તેણે મા વૈષ્ણોનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. આ રોલમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. માયશા પાસે હાલમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. માયશાએ આ અકસ્માત વિશે કહ્યું, ‘અમે સેલ્ફી લેવા માટે એક પિલર પાસે ઉભા હતા, ત્યારે અચાનક બે ટાઈલ્સ ઉપરથી પડી અને મારી પાંસળીમાં ફ્રેક્ચર થયું.મારી માસીના માથા પર પણ ટાઇલ પડી હતી, જેના કારણે ઘણા ટાંકા લેવા પડ્યા હતા.

આ ઘટના બાદ એક્ટ્રેસના પિતા ગુસ્સે છે, તેમણે અધિકારીઓની બેદરકારી વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘આજે મારી દીકરીનો જન્મદિવસ છે અને અમે આ દિવસની મજા માણવા મોલમાં આવ્યા હતા. પરંતુ આવી ઘટના બનશે તેની અમને કલ્પના નહોતી.

અધિકારીઓ તરફથી આવી બેદરકારી અસ્વીકાર્ય છે. જો મારી દીકરીને કંઈક થયું હોત તો કોણ જવાબદાર હોત?’ મોલના સંચાલકોએ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યા છે.

Shah Jina