ચાઈલ્ડ ટીવી એક્ટ્રેસ સાથે ભયંકર અતસ્માત, તૂટી પાંસળીઓ ! મોલ પ્રશાસન પર પિતાનો ફૂટ્યો ગુસ્સો; જુઓ તસવીરો

એક તરફ બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ નાના પડદાની જાણીતી અભિનેત્રી સાથે એક ભયંકર અકસ્માત થયો. લોકપ્રિય ચાઈલ્ડ ટીવી એક્ટ્રેસ માયશા દીક્ષિતનો ચંડીગઢના એક મોલમાં અકસ્માત થયોહતો. જેમાં તે ખરાબ રીતે ઘાયલ થઈ હતી. તમે માયશાને ‘સિલસિલા બદલતે રિશ્તો કા’, ‘નિકી ઔર બબલ’, ‘જગ જનની મા વૈષ્ણો દેવી-કહાની માતારાની કી’ જેવા શોમાં જોઈ હશે.

13 વર્ષની માયશા સાથે થયેલા આ અકસ્માતના સમાચાર સાંભળીને એક્ટ્રેસના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા, જો કે, હોસ્પિટલમાંથી એક્ટ્રેસનું નિવેદન પણ સામે આવ્યું છે.30 સપ્ટેમ્બરે માયશા ચંદીગઢના એલાંતે મૉલમાં પહોંચી હતી, તેનો જન્મદિવસ હતો. આ દરમિયાન તે તેની માસી સાથે હતી, જે પણ આ અકસ્માતમાં ઘાયલ થઈ છે. એલાંતે મોલમાં પિલર ટાઇલ્સ અચાનક પડી જવાને કારણે અભિનેત્રી અને તેની માસી સાથે આ ભયાનક અકસ્માત થયો હતો.

આ ઘટના 30 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી અને આ ઘટના બાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ અકસ્માત બાદ ટીવી એક્ટ્રેસ માયશા દીક્ષિતનું પહેલું નિવેદન સામે આવ્યું છે.તેણે જણાવ્યું કે આ અકસ્માત કેવી રીતે થયો અને તેને કેટલી ઈજા થઈ. માયશાએ કહ્યું, ‘અમે પિલર પાસે ફોટો લેવા માટે ઉભા હતા ત્યારે અચાનક બે ટાઇલ્સ મારી પાંસળી પર પડી, જ્યાં ફ્રેક્ચર આવ્યુ છે.

તેણે જણાવ્યુ કે આ અકસ્માતમાં તેની માસી પણ ઘાયલ થઈ છે, જેના માથા પર પથ્થર પડ્યો હતો અને માથામાં ઘણા ટાંકા લેવા પડ્યા. જણાવી દઈએ કે માયશા 1 ઓક્ટોબરથી તેના નવા શોનું શૂટિંગ કરવા જઈ રહી હતી, પરંતુ તે પહેલા જ તે આ અકસ્માતનો શિકાર બની.બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર માયશાને માતા વૈષ્ણો દેવીની બાળપણની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. માયશા દીક્ષિતના પિતાએ આ ઘટનાને લઈને મોલ પ્રશાસન સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

અભિનેત્રીના પિતાએ કહ્યું હતું કે, ‘મારી પુત્રીનો જન્મદિવસ હતો અને અમે મોલમાં એન્જોય કરવા આવ્યા હતા, પરંતુ અમને ખબર નહતી કે આવો અકસ્માત થશે. આ મોટા મોલમાં આટલી બેદરકારી થઈ છે, જો મારી પુત્રીને કંઈ થયું હોત તો તેના માટે કોણ જવાબદાર હોત ? મોલ વતી, એવું કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ મોલના પરિસરનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે પણ સુનિશ્ચિત કરી રહ્યા છે.

Shah Jina