દુબઈ લક્ઝરી અને એશો-આરામ માટે જાણીતું છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઉજવણી કરવાની અનોખી રીત હેડલાઈન્સ બની છે. તાજેતરના એક વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં બાળકોના જન્મદિવસની પાર્ટી માટે $500,000ની ફેરારીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યલો ફેરારી બાળકોના ગ્રુપથી ઘેરાયેલી છે.
જન્મદિવસની પાર્ટીનો આનંદ માણવાને બદલે, બાળકો પિતાની ફેરારીને પેઇન્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ જોઈને લોકો ચોંકી ગયા, કારણ કે ફેરારીની કિંમત કરોડોમાં છે અને તેને આ રીતે બરબાદ થતી જોવાનું કોઈ ઈચ્છશે નહીં. બાળકોએ લક્ઝરી કારને કેનવાસમાં ફેરવી દીધી. આ અનોખો બર્થ ડે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર ઘણી કમેન્ટ્સ કરી.
કેટલાક લોકોને આ શો પસંદ આવ્યો તો કેટલાકને પસંદ ન આવ્યો. એક યુઝરે કહ્યું, “એટલે જ મેં દુબઈમાં રહેવાનું બંધ કરી દીધું છે. આ શહેર દેખીતી રીતે પૈસા પ્રદર્શિત કરે છે તે મને પસંદ નથી આવ્યું.” અન્ય એક યુઝરે કહ્યું, “કદાચ તમારે એવા લોકોની મદદ કરવી જોઈએ જેમની પાસે જીવનમાં પર્યાપ્ત નથી અને બાળકોને જીવનના સાચા મૂલ્યો શીખવવા જોઈએ. જો કે કેટલીક કમેન્ટ રમુજી હતી.
View this post on Instagram