‘ડોલી ચાયવાલા ને ટક્કર આપશે હોટ ચાયવાલી…’ આ છોકરીની ચા વેચવાની સ્ટાઇલ એવી કે જોતા જ રહી જશો- જુઓ વીડિયો

તમને ભારતમાં દરેક જગ્યાએ ‘ચાની ટપરી’ મળી જશે. કારણ કે અહીં પાણી પછી ચા સૌથી વધુ પીવામાં આવે છે. આવી સ્થિતિમાં દેશમાં ચાનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. યુવક-યુવતીઓ પણ ચા વેચવામાં સંકોચ અનુભવતા નથી. ચા વેચનારાઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય પણ છે.

એમબીએ ચાયવાલા અને નાગપુરનો ડોલી ચાયવાલા આના નવીનતમ ઉદાહરણ છે. ત્યારે હવે એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે જેની ચા વેચવાની સ્ટાઈલ એકદમ અલગ છે. આ મહિલા ઘાઘરા ચોલીમાં હોટ તૈયાર થઇને લોકોને ચા વેચી રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તે 18 એપ્રિલના રોજ @HasnaZaruriHai નામના એક્સ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જેના કેપ્શનમાં લખ્યું હતુ- આ ચાનો સ્ટોલ ક્યાં આવેલો છે ? વીડિયોમાં અનોખો ડ્રેસ પહેરેલી એક મહિલા ચાની દુકાને જાય છે અને વીડિયો બનાવનાર વ્યક્તિને ચા પીરસે છે. જો કે, તે વાતની પુષ્ટિ થઈ નથી કે મહિલા ખરેખર ચા વેચે છે કે નહીં… કે પછી માત્ર તે ચા વેચવાનું નાટક કરી રહી છે.

જો કે આ વીડિયો ચોક્કસપણે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે મહિલાની ચા વેચવાની હોટ સ્ટાઈલને લઈને લોકો કમેન્ટ સેક્શનમાં અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે.

Shah Jina