બાપ રે ! રાજકોટમાં 2 અને નવસારીમાં 1 વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, એક જ વર્ષમાં કાર્ડિયાકના 75 હજાર કેસ…

હે ભગવાન, ગુજરાતમાં 1 જ વર્ષમાં કાર્ડિયાકના 75 હજાર કેસ! આજે ત્રણના હાર્ટ એટેકથી દુઃખદ મોત- જાણો સમગ્ર વિગત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અને આમ કહેવા જઇએ તો કોરોના બાદથી હાર્ટએટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કિશોરો હોય યુવા હોય કે આધેડ-વૃદ્ધ અત્યાર સુધી ઘણા લોકોએ હાર્ટએટેકને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી મોતના 2 મામલા સામે આવ્યા જ્યારે નવસારીમાંથી એક…રાજકોટમાં 17 વર્ષીય સગીર હર્ષિલ ગોરી અને 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનું હાર્ટએટેકથી મોત થયું.

જયારે નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મોત થયું. જણાવી દઇએ કે કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, એ વાત કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલાત કરી છે. આ પછીથી ઘણો વિવાદ ઉભો થયો છે. ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી હોવાની વાત સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાક અરેસ્ટના 75 હજાર કેસ સામે આવ્યા છે જયારે ગયા વર્ષે આ સંખ્યા 61 હજાર હતી.

રાજ્યમાં 10.50 કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિશિલ્ડ વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ કબૂલ્યું કે તેની આડઅસર થાય છે, જેમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાઓ થાય છે. લોહીના ગંઠાઈ જવાને કારણે હૃદય બંધ થઈ જાય છે, બ્રેઈન સ્ટ્રોક, કિડની ફેલ થવી જેવી સમસ્યાઓ થાય છે. આ વાત સામે આવ્યા બાદ લોકોમાં ચિંતા જાગી છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના કોલની વાત કરીએ તો રાજ્યમાં વર્ષ 2022-23માં 61076 કૉલ મળ્યા હતા,

જ્યારે વર્ષ 2023-24માં 75390 કોલ્સ મળ્યા. આ કિસ્સાઓમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગુજરાતની વાત કરીએ તો કાર્ડિયાક ઈમરજન્સીનાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવ્યા છે, જયારે બીજા સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા. જો કે કોઈએ ગભરાવાની જરૂર નથી, જેને પણ હૃદયરોગની બીમારી હોય તેમને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઇએ.

રોગથી બચવા બસ આટલું કરો

1.આલ્કોહોલ ન પીવો.

2.જમવામાં મીઠું દૈનિક 5 ગ્રામથી ઓછું.

૩.ફળફળાદિ દૈનિક 400 ગ્રામથી વધારે લેવા.

4.બ્લડપ્રેસર 90-140થી નીચું રાખવું.

5.સુગર લેવર 126થી નીચું હોવું જોઈએ.

6.વજન કંટ્રોલમાં રાખવું,બોડી માસ ઈન્ડેક્સ 25થી નીચે.

7.સેચ્યુરેટેડ ફેટ ૧૫૦ એમજીથી ઓછુ.

8.ખરાબ કોલેસ્ટોરલ ન હોવું.

9.તમાકુ,ધુમ્રપાન બંધ જ કરી દો

10.નિયમિત યોગ્ય માત્રામાં વર્કઓઉટ કરો

Shah Jina