રાખીના પેટમાં મળી ગાંઠ, પૂર્વ પતિ રિતેશનો ખુલાસો, ડોક્ટર્સને કેન્સરની આશંકા

રાખી સાવંતના પૂર્વ પતિ રિતેશે જણાવ્યુ ક્રિટિકલ છે એક્ટ્રેસની હાલત, બોલ્યો- આ હકિકત છે…

રાખી સાવંત આ દિવસોમાં ચર્ચામાં છે. 14 મેના રોજ અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાખીની અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના બેડ પર બેભાન હાલતમાં પડેલી રાખી સાવંતના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.

હવે એક્ટ્રેસના પૂર્વ પતિ રિતેશે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રિતેશે કહ્યું, ‘રાખી બે-ત્રણ દિવસથી ફરિયાદ કરી રહી હતી કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. 14 મેએ પીડા ખૂબ તીવ્ર બની હતી. તે કહેતી હતી કે ચાલતી વખતે દુખાવો વધી જાય છે. આ પછી જ્યારે અમે હોસ્પિટલ જવા નીકળ્યા ત્યારે તે બેહોશ થઈ ગઈ. તેને છાતીના મધ્ય ભાગમાં દુખાવો થતો હતો.

પહેલા કોઈ લક્ષણો નહોતા. તેને કાસ્કેડિંગ ઈફેક્ટ કહી શકાય.’ તેણે વધુમાં કહ્યું, ‘તે અંગત રીતે ઘણી તૂટી ગઇ છે. મેન્ટલ હેરેસમેન્ટ થયુ છે. તેની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. મેં રાખીને ટ્રેક પર લાવવાનો ઘણો પ્રયાસ કર્યો. હમણાં જ તમે જોયું કે તે હસતી હતી. પરંતુ આ બધી બાબતો તેને ઘણી અસર કરી રહી છે.

જો તે પબ્લિસિટી સ્ટંટ હોત તો હું તેની સાથે ન હોત. પબ્લિસિટી સ્ટંટથી મને કોઈ ફરક નથી પડતો. એટલા માટે મારે બધાની સામે આવી તેના મેસેન્જર બનીને સત્ય કહેવું પડ્યું. અમે હોસ્પિટલનું નામ જાહેર નથી કરી રહ્યા કારણ કે ઘણી બાબતો ગંભીર છે. રાખી સાજી થાય તે મારા માટે મહત્વપૂર્ણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina