યાદોમાં અમર: ગુજરાતી મેગાસ્ટાર દિવંગત નરેશ કનોડિયાના લગ્નને થયા 60 વર્ષ, દીકરા હિતુ કનોડિયાએ શેર કર્યો છેલ્લા એનિવર્સરી સેલિબ્રેશનનો વીડિયો

ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર એવા દિવંગત અભિનેતા નરેશ કનોડિયાને હંમેશા તેમાન યોગદાન માટે યાદ કરવામાં આવશે. 27 ઓક્ટોબર 2020ના રોજ નરેશ કનોડિયાનું લગભગ 77 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ ગુજરાતના કનોડા ગામમાં થયો હતો.

તેમના પરિવારમાં પત્ની અને તેમનો પુત્ર હિતુ કનોડિયા, હિતુ કનોડિયાની પત્ની મોના કનોડિયા અને પૌત્ર રાજવીર છે. કનોડિયા પરિવાર એ બોલીવુડના કપૂર પરિવાર જેવો છે, જેમનો ઢોલિવુડમાં મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારે આજે એટલે કે 16 મેના રોજ નરેશ કનોડિયા અને તેમની પત્ની રીમા કનોડિયાના લગ્નની વર્ષગાંઠ છે. આ અવસર પર દીકરા હિતુ કનોડિયાએ માતા-પિતાને યાદ કર્યા અને સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો.

આ વીડિયોમાં નરેશ કનોડિયા અને તેમની પત્ની એકબીજાને હાર પહેરાવતા જોઇ શકાય છે. આ વીડિયો શેર કરતા હિતુ કનોડિયાએ લખ્યુ- 16 મે 1964, પાપા- મમ્મીના લગન થયા હતા. આજે 60 વર્ષ થયા. 16 મે 2020માં પાપા- મમ્મીએ છેલ્લી મેરેજ એનિવર્સરી સાથે ઉજવી હતી એનો વીડિયો. આઇ લવ યુ પાપા…

Shah Jina